ચમત્કારો સર્જનાર ચુંદડીવાળા માતાજીને ભક્તોએ ભારે હૃદય સાથે અંતિમ વિદાય આપી

સાયન્સ માટે પડકાર રૂપ અને 80 વર્ષ અન્ન જળ વગર જીવનાર ગુજરાતના પ્રખ્યાત ચુંદડીવાળા માતાને આજે સમાધિ આપવામાં આવી હતી. લોકડાઉન હોવાથી તેમની અંતિમ ક્રિયામાં મર્યાદિત લોકો હાજર રહ્યા હતા. પરંતુ ભારે હૃદય સાથે ભક્તોએ ચુંદડીવાળા માતાને વિદાય આપી હતી. અંબાજીના ગબ્બરમાં તેમના આશ્રમ ખાતે સમાધિ સ્થળ બનાવાયું હતું. બ્રાહ્મણો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તો ભક્તોએ ઘરે રહીને માતાજીના અંતિમ દર્શન કરવાની અપીલ કરી હતી. આ માટે આશ્રમ દ્વારા લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આશ્રમમાં તેમની ગાદીની નજીક સમાધિ આપવામાં આવી હતી. 

ચમત્કારો સર્જનાર ચુંદડીવાળા માતાજીને ભક્તોએ ભારે હૃદય સાથે અંતિમ વિદાય આપી

ઝી મીડિયા/બ્યૂરો :સાયન્સ માટે પડકાર રૂપ અને 80 વર્ષ અન્ન જળ વગર જીવનાર ગુજરાતના પ્રખ્યાત ચુંદડીવાળા માતાને આજે સમાધિ આપવામાં આવી હતી. લોકડાઉન હોવાથી તેમની અંતિમ ક્રિયામાં મર્યાદિત લોકો હાજર રહ્યા હતા. પરંતુ ભારે હૃદય સાથે ભક્તોએ ચુંદડીવાળા માતાને વિદાય આપી હતી. અંબાજીના ગબ્બરમાં તેમના આશ્રમ ખાતે સમાધિ સ્થળ બનાવાયું હતું. બ્રાહ્મણો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તો ભક્તોએ ઘરે રહીને માતાજીના અંતિમ દર્શન કરવાની અપીલ કરી હતી. આ માટે આશ્રમ દ્વારા લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આશ્રમમાં તેમની ગાદીની નજીક સમાધિ આપવામાં આવી હતી. 

પોતાના જીવનમાં ચુંદડીવાળા માતાજી તરેકી પ્રખ્યાત પ્રહલાદ જાનીએ અનેક ચમત્કારો સર્જા્યા હતા. તેમનુ જીવન જ રહસ્યમયી હતું. 91 વર્ષની વયે તેઓએ દેહ ત્યાગ કર્યો. પરંતુ માત્ર 12 વર્ષની ઉંમરથી તેઓએ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. અનેક વૈજ્ઞાનિકો પણ તેમના ચમત્કારને સમજી શક્યા ન હતા. વતન માણસાના ચરાડા ગામે મંગળવારે રાતે 2.45 વાગ્યે  તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બે દિવસ સુધી ભક્તોએ આશ્રમ ખાતે તેમનાં દર્શન કર્યા હતા. એ આજે ગુરુવારે માતાજીને સમાધિ આપવામાં આવી હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news