જામનગરમાં ગાડી ભરીને હથિયારો સાથે હત્યારાઓ ઝડપાયા, હથિયારો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી

જામનગરમાં ગાડી ભરીને હથિયારો સાથે હત્યારાઓ ઝડપાયા, હથિયારો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી

* ખૂનનું કાવતરૂં રચનાર ટોળકી ઝડપાઈ
* બે તમંચા સહિતના ઘાતક હથિયારો કબજે કરાયા
* જુના ઝઘડાની અદાવતમાં ખૂનનું કાવતરું રચાયું હતું
* ખૂનના કાવતરામાં સાત ઈસમો પકડાયા, છ ફરાર

મુસ્તાક દલ/જામનગર : જિલ્લા જેલમાંથી છુટનાર આરોપીઓના હત્યાકાંડ થતાં પૂર્વે તમંચા કાર્ટિસ સહિત તલવાર ધારિયા અને કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે જિલ્લા જેલ ખાતે આવેલ ટોળકીને જામનગર એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડયા હતા. જેલમાંથી જામીન ઉપર મુક્ત થનાર ત્રણ આરોપીઓના ખૂન કરવા માટે કાવતરું રચવામાં આવ્યું હતું.

જામનગર શહેર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને એલ.સી.બી પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર જિલ્લા જેલમાંથી મુક્ત થનાર તુષાર ઉર્ફે રાજુ, લક્ષ્મણ ઉર્ફે અજય તથા રાજભા ચતુરસિંહ સોલંકી આ ત્રણેય આરોપીઓના ખુન કરવાનું કાવતરુ રચવામાં આવ્યું છે. જે બાતમીના આધારે ગઈકાલે સાંજે જામનગર એલસીબી પોલીસે સાત જેટલા ઈસમોને ઘાતક હથિયારો ના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

ઝડપાયેલા ઈસમોના કબજામાંથી દેશી બનાવટના 2 તમંચા, 7 કાર્ટિસ તેમજ 6 ધારદાર ફરસી, 1 કુહાડી, 1 ધારીયુ, 3 લોખંડના પાઇપ, તલવાર જેવો છર, 6 મોબાઈલ અને બનાવમાં વાપરવામાં આવેલ એક ઇકો કાર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બે આરોપીઓના કોવિડ ટેસ્ટ કર્યા બાદ અટક કરવામાં આવશે તેમજ અન્ય છ ઇસમો ફરાર થઇ ગયા હતા. જુના ઝઘડાની અદાવતમાં આ કાવતરું રચ્યું હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતો.

ધાતક હથિયારો સાથે ઝડપાયેલા આરોપીઓ...
(૧) ઇકબાલ બશીરભાઇ સંધી રહે-જામનગર (તમંચો તથા કાર્ટીસ)
(ર) આશિફ અલીભાઇ સંધી રહે-જામનગર (તમંચો તથા કાર્ટીસ)
(૩) રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે-જામનગર
(૪) ઐયાજ ઐયુબભાઇ ખફી
(૫) હાજી ઐયુબ ખફી સુમરા
(૬) બે કાયદાથી સંધર્ષિત કિશોર છે.
ઉપરોકત તમામ આરોપીઓના કબજામાંથી દેશી બનાવટના તમંચા-૨ તથા કાર્ટીઝ નંગ-૭ તેમજ ધારદાર ફરસી નંગ-૬, કુહાડી-૧, ધારીયુ નંગ-૧, લોખંડની પાઇપ-૩, તલવાર જેવો છરો નંગ-૧, તથા રોકડ રૂ. ૧૮,૭૦૦/- મોબાઇલ ફોન નંગ-૬, તથા ઇકો કાર નંગ-૧ મળી કુલ રૂ. ર,૬૬,૬૦૦/- મુદામાલ કબજે કરવામાં આવેલ છે.

નાસી છુટેલા આરોપીઓ...
(૧) હાજીભાઇ હમીરભાઇ ખફી સુમરા રહે. મસીતીયા તા.જિ. જામનગર (સોપારી આપનાર)
(૨) શિવાભાઇ જાડેજા રહે.જામનગર
(૩) રહીમ કાસમ સુમરા રહે.જામનગર
(૪) કીશન કોળી તથા બીજા ત્રણ માણસો ( રેનોલ્ડ કવીડ ગાડીમાં)
(૫) ઇમરાન મોહમંદ સુમરા (એકસીસ મોટર સાઇકલમાં)
(૬) સંજય પ્રફુલ વાઘેલા ઉર્ફે બાંઠીયો (સ્પ્લેન્ડર બાઇક)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news