Jetpur: ચૂંટણી દરમિયાન ફરજ પર હાજર ન રહેતાં 4 કર્મચારી વિરૂદ્ધ વોરંટ જાહેર

રાજકોટ (Rajkot) ના જેતપુર (Jetpur) માંથી તો એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ચૂંટણીની કામગીરી માટે નિમવામાં આવેલા ચાર કર્મચારીઓ હાજર રહ્યા ન હોવાથી તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Jetpur: ચૂંટણી દરમિયાન ફરજ પર હાજર ન રહેતાં 4 કર્મચારી વિરૂદ્ધ વોરંટ જાહેર

નરેશ ભાલિયા/જેતપુર: આજે ગુજરાત (Gujarat) માં સ્થાનિક સ્વરાજ (Gujarat Local Body Election) ની ચૂંટણીના પગલે હાલ જિલ્લા પંચાયત (District Panchayat), તાલુકા પંચાયત (Taluka Panchayat) અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. 31 જિલ્લા પંચાયતો (District Panchayat), 231 તાલુકા પંચાયતો (Taluka Panchayat) અને 81 નગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 

જ્યારે કે, 231 તાલુકા પંચાયત (Taluka Panchayat) ની 4774 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયત (Taluka Panchayat) ની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ (BJP) ના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 81 નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગર પાલિકાની 2720 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. 2 માર્ચે ચૂંટણીનું પરિણામ આવશે. 

સ્થાનિક સ્વરાજ (Gujarat Local Body Election) ની ચૂંટણીમાં આજે મતદાનના દિવસે ઘણી જગ્યાએ મતદાનનો બહિષ્કાર જોવા મળ્યો હતો તો બીજી તરફ ઘણી મોટી મોટી કતારો જોવા મળી હતી. ત્યારે રાજકોટ (Rajkot) ના જેતપુર (Jetpur) માંથી તો એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ચૂંટણીની કામગીરી માટે નિમવામાં આવેલા ચાર કર્મચારીઓ હાજર રહ્યા ન હોવાથી તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી રામદેવ સિંહ ગોહિલ તેમજ એન.ડી.કુગસિયાએ આ કર્મચારીઓ વિરૂદ્ધ કડક એક્શન લેતાં તેમને વોરન્ટ ઇશ્યૂ કર્યું હતું. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ પર હાજર ન રહેતા કડક પગલાં ભરવામાં આવ્યા છે. 

ફરજ પર હાજર ન રહેનાર કર્મચારી ગૌરવ અમૃતલાલ શિલું (પટાવાળા- બોરડી સમઢીયાળા), રાજુભાઇ દેવસુરભાઈ ગઢવી- (પટાવાળા જેતપુર), વલ્લભભાઈ શામજીભાઈ ખૂંટ- (પ્રથમ મતદાન અધિકારી- જેતપુર) પરસોતમભાઈ  સવજીભાઇ વિરડીયા- (પટાવાળા- જેતપુર) આ ચાર કર્મચારીઓ સામે લોક પ્રતિનિધિત્વ ધારા -1951ની કલમ - 134 અન્વયે પગલાં ભરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news