ઘર ભાડે આપનારા મકાન માલિકો માટે મહત્વના સમાચાર, ગુજરાત પોલીસે કર્યું ટ્વીટ

રાજ્યભરમાં તારીખ 13થી 27 ઓકટોબર 2024 દરમિયાન ભાડૂઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે.

ઘર ભાડે આપનારા મકાન માલિકો માટે મહત્વના સમાચાર, ગુજરાત પોલીસે કર્યું ટ્વીટ

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત પોલીસ દ્વારા ફરી એક નવી ડ્રાઈવ શરૂ કરાઈ છે. ઘર ભાડે આપનારા મકાન માલિકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાડૂઆતોને હવે ફરજિયાત રજીસ્ટેશન કરાવવું પડશે. જે માટે 27 ઓકટોબર સુધી ભાડૂઆત નોંધણી માટે ડ્રાઈવ યોજાશે. જે માટે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન નોંધણી કરી શકાશે. જે અંગે ગુજરાત પોલીસ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે.

ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકાય છે.

— Gujarat Police (@GujaratPolice) October 13, 2024

ગુજરાત પોલીસ દ્વારા ટ્વીટ કરી જણાવ્યું છે કે, રાજ્યભરમાં તારીખ 13થી 27 ઓકટોબર 2024 દરમિયાન ભાડૂઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે. જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકાય છે.

— Gujarat Police (@GujaratPolice) October 13, 2024

ટ્વીટમાં ફરી જણાવ્યું છે કે, ગુજરાત પોલીસના આ વિશેષ અભિયાનનો હેતુ છે, ભાડુઆતની નોંધણીના નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત-સલામત રહે. પોલીસને સહકાર આપો, જલદીથી ભાડુઆત અંગે નોંધણી કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news