'બાબા'ના મોત પર રાજનીતિ, વિરોધ પક્ષે સરકાર સામે ઉઠાવ્યા સવાલ

અજીત પવાર NCP નેતા બાબા સિદ્દીકીની અજિત પવારની હત્યાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોલીસે આ કેસમાં બે શૂટરોની ધરપકડ કરી છે. જ્યારે ત્રીજો શૂટર ફરાર છે.

 'બાબા'ના મોત પર રાજનીતિ, વિરોધ પક્ષે સરકાર સામે ઉઠાવ્યા સવાલ

મુંબઈઃ વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણની શરૂઆત કરનારા બાબા સિદ્દીકી મહારાષ્ટ્રમાં મોટું નામ બની ગયા... કોંગ્રેસની ટિકિટ પરથી 3 વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા... જોકે  આ વર્ષે કોંગ્રેસથી છેડો ફાડીને તે અજીત પવારની પાર્ટી NCPમાં જોડાઈ ગયા... જોકે આ તેમની અંતિમ રાજકીય પાર્ટી બની ગઈ... શનિવારે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી... જેના પછી હવે મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં શરૂ થઈ ગઈ છે રાજનીતિ.... ત્યારે કોણ હતા બાબા સિદ્દીકી?... રાજકીય પક્ષોએ શું માગણી કરી?... જોઈશું આ રિપોર્ટમાં...

NCPના નેતા બાબા સિદ્દીકીની સરાજાહેર હત્યા એ કંઈ નાનીઅમથી વાત નથી... પરંતુ આ ઘટનાએ મહારાષ્ટ્ર સહિત દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે... જેના પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે... 

ભાજપના નેતાઓએ શું કહ્યું તે પણ બતાવીશું... પરંતુ તે પહેલાં બાબા સિદ્દિકી કોણ હતા?... જેના પર મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવી ગયો છે...

13 સપ્ટેમ્બર 1956માં બાબા સિદ્દીકીનો જન્મ થયો હતો...
પિતા સાથે બાળપણમાં ઘડિયાળ રિપેરિંગનું કામ કરતા હતા...
વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણની કરી હતી શરૂઆત....
પ્રથમ વખત BMCમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા...
1977માં NSUIમાં જોડાઈને કારકિર્દી શરૂ કરી...
1999માં પહેલીવાર કોંગ્રેસમાંથી બાંદ્રા પશ્વિમ બેઠક પરથી MLA બન્યા...
ત્યારબાદ 2004 અને 2009માં પણ જીતીને ધારાસભ્ય બન્યા...
2004થી 2008 સુધી રાજ્યના અન્ન અને શ્રમ રાજ્યમંત્રી રહ્યા...
જોકે 2024માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અજીત પવારની NCPમાં જોડાઈ ગયા...

તો આ તરફ ભાજપના નેતાઓએ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી...

તમામ રાજકીય પક્ષોએ બાબા સિદ્દીકીની હત્યા મામલે કડક તપાસની માગણી કરી છે... પરંતુ મુંબઈના પોર્શ વિસ્તારમાં મોટા નેતાની આ રીતે હત્યા થવી તે ચોક્કસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરે છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news