હીરાબાને પણ ન મળી શક્યો તેમની માતાનો પ્રેમ; ચહેરો, મમતા અને ખોળો કંઇ જ યાદ નહોતું...

પીએમ મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, મારી માતાનો જન્મ મહેસાણા જિલ્લાના વિસનગરમાં થયો હતો. વડનગરથી આ જગ્યા દૂર નથી. મારી માતાને તેમની માતા એટલે કે મારા નાનીનો પ્રેમ નસીબમાં નહતો. એક સદી પહેલા આવેલી વૈશ્વિક મહામારીની અસર વર્ષો સુધી રહી હતી.

હીરાબાને પણ ન મળી શક્યો તેમની માતાનો પ્રેમ; ચહેરો, મમતા અને ખોળો કંઇ જ યાદ નહોતું...

અમદાવાદ: પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ દુનિયાને અલવિદા કહી છે. હીરાબાએ 100 વર્ષની શતાયું ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી હતી. આ વચ્ચે અમે તમને હીરાબા વિશે થોડું જણાવીશું કારણ કે, હીરાબા પણ તેમની માતાના પ્રેમથી વંચીત રહ્યા હતા. પીએમ મોદીએ પોતાના માતા વિશે વાત કરતા એક બ્લોક લખ્યો હતો જે બ્લોગ લોકોને પણ ખૂબ ગમ્યો હતો. આજે  એ બ્લોગનો એક નાનો ભાગ તમને આ વીડિયોમાં જણાવીશું... 

પીએમ મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, મારી માતાનો જન્મ મહેસાણા જિલ્લાના વિસનગરમાં થયો હતો. વડનગરથી આ જગ્યા દૂર નથી. મારી માતાને તેમની માતા એટલે કે મારા નાનીનો પ્રેમ નસીબમાં નહતો. એક સદી પહેલા આવેલી વૈશ્વિક મહામારીની અસર વર્ષો સુધી રહી હતી. તે મહામારીએ મારી નાનીને મારા માતા પાસેથી છીનવી લીધા હતા. માતા ત્યારે ખૂબ નાના હતા. તેમને મારી નાનીનો ચહેરો, તેમનો ખોળો કશું જ યાદ નથી.

આ પણ વાંચો:

મારી માતાનું નાનપણ મા વિના જ વિત્યું હતું. તેઓ પોતાની મા પાસે ક્યારેય જીદ ન કરી શક્યા. માતાને અક્ષરજ્ઞાન પણ નસીબ ન થયું, તેમણે સ્કૂલનો દરવાજો પણ નથી જોયો. તેમણે કઇ જોયું છે તો માત્રને માત્ર ગરીબી અને દરેક જગ્યાએ અભાવ... બાળપણના સંઘર્ષોએ મારી માતાને ઉમર પહેલા જ મોટા કર્યા હતા.

આ પણ વાંચો:

તે પોતાના પરિવારમાં સૌથી મોટા હતા. બાળપણમાં જે રીતે તે પરિવારની ચિંતા કરતા હતા અને બધાનું ધ્યાન રાખતા હતા. તેમણે બધા જ કામની જવાબદારી ઉઠાવી, તેવી જ જવાબદારી તેમણે સાસરા પક્ષમાં પણ ઉઠાવી હતી. આ બધી જવાબદારીઓ વચ્ચે, પરેશાની વચ્ચે માતાએ હંમેશા શાંત મને દરેક પરિસ્થિતમાં પરિવારને સંભાળતા રહ્યા...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news