ગુજરાતમાં વાવાઝોડના સંકટને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કરી એડવાઇઝરી
રાજ્યમાં વાયુ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ સતર્ક છે અને કેન્દ્ર સરકાર દ્વારા સતત રાજ્ય સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે વાયુ વાવાઝોડાને લઇને એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને તાકીદના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ: રાજ્યમાં વાયુ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ સતર્ક છે અને કેન્દ્ર સરકાર દ્વારા સતત રાજ્ય સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે વાયુ વાવાઝોડાને લઇને એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને તાકીદના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.
વાયુ વાવાઝોડાને કારણે માનવ મૃત્યુ ન થાય તે માટે વિશેષ સૂચના અપાઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કરેલી એડવાઇઝરીમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, વાવાઝોના કારણે જાનહાનિ ન થવી જોઇએ. આ ઉપરાંત માલ-મિલકતને થનારું નુકસાન પણ ઓછામાં ઓછું થાય તે માટે પણ આદેશ કરાયો છે.
દક્ષિણ ગુજરાતના તાપીમાં ધોધમાર વરસાદ શરૂ, વીજળી પડતા મહિલાનું મોત
દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે 3 લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની સાથે જ તેમના માટેના 700 શેલ્ટર હોમમાં તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરવાની પણ ટકોર ગૃહમંત્રાલયે કરી છે. રાજ્ય સરકારે ભરેલા પગલાં અનુસાર ઓછામાં ઓછું નુકસાન થાય તે જોવાની જવાબદારી પણ સરકારની છે.
આવતીકાલે કેન્દ્રીય ગૃહ સચિવ રાજ્યના મુખ્યસચિવ જે એન સિંહ સાથે વિડિયો કોન્ફરન્સ કરશે અને પરિસ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓને સ્ટેન્ડ ટુ રાખીને રાજ્ય સરકારને મદદની ખાતરી આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે