ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દુષ્કર્મ પીડિતાને મળશે મોટી રાહત

Gujarat Highcourt Judgement : ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી... સુરતની 23 વર્ષની પીડિતાની અરજી કોર્ટે મંજૂર કરી... પીડિતા માનસિક અસ્થિર હોવાનો અરજીમાં કરાયો હતો ઉલ્લેખ 

ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દુષ્કર્મ પીડિતાને મળશે મોટી રાહત

Rape Case : ગુજરાતમાં પ્રથમવાર હાઈકોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. જેને પગલે દુષ્કર્મ પીડિતાને મોટી રાહત મળી ગઈ છે. આ કેસની ચોંકાવનારી વિગતો એવી છે કે સુરતમાં 23 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ થયું હતું. આ યુવતીને 26 અઠવાડિયાનો ગર્ભ હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જે પોતાની સંભાળ રાખી શકતી નથી એ બાળકની સંભાળ કેવી રીતે રાખશે એવી રજૂઆતના આખરે હાર્કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને ગર્ભપાતની મંજૂરી આપી છે. ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમવાર નિર્ણય આવ્યો છે. 

સુરતમાં એક વ્યક્તિની પોતાના મિત્રના ઘરે અવરજવર રહેતી હતી. આ સમયે એ વ્યક્તિએ એકલતાનો લાભ ઉઠાવ્યો હતો અને દીકરી સમાન મનોદિવ્યાંગ યુવતીને પીંખી નાખી હતી. એ કુકર્મી મિત્રના ઘરે પહોંચ્યો, ત્યારે પીડિત યુવતીએ એકલી સૂતી હતી. આથી યુવતીને જોઈને એની નજર બગડી હતી. એને એમ કે કોઈને ખબર પડશે નહીં અને પોતે પકડાશે પણ નહીં કારણ કે મનો દિવ્યાંગ યુવતી આ અંગે કોઈને જાણ કરશે નહીં પાપ છાપરે ચડીને પોકારે એમ યુવતી ગર્ભવતી બની જતાં આખરે આ મામલો બહાર આવ્યો હતો. આ સાથે જ પીડિતાને કોઈને જાણ કરીશ, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 આ મામલે પરિવાર દ્વારા રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસે યુવતીનું નિવેદન પણ લીધું હતું. હવે આ કેસમાં કુકર્મી સામે પણ કાર્યવાહી ચાલી રહી છે. 

દીકરી ગર્ભવતી થતાં ગર્ભપાત માટે પરિવાર હાઈકોર્ટ પહોંચ્યો હતો. હાઈકોર્ટે પીડિતાના ગર્ભપાત માટેની મંજુરી આપી છે. પીડિતાની ઉંમર 23 વર્ષ છે અને હાલ તેને 26 અઠવાડિયાનો ગર્ભ હોવાની રજૂઆત કરાઈ હતી. પીડિતા માનસિક અસ્થિર અને પિતાની માનસિક સ્થિતિ સારી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો હતો. પીડિતા કે તેનો પરિવાર બાળકની જવાબદારી લઈ શકે તેમ નથી માટે ગર્ભપાતની મજૂરી આપવા આવે તેવી માંગ કરાઈ હતી. આ બાબતે સુરતમાંથી રીપોર્ટ મગાયો હતો.  આ મામલે મેડિકલ તપાસના રિપોર્ટ બાદ હાઇકોર્ટ તરફથી ગર્ભપાતની મંજૂરી અપાઈ છે. પીડિતા પર તેના પિતાના મિત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. મિત્રની દીકરીને પીંખનાર આરોપી હાલ જેલ હવાલે છે. 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતને મંજૂરી આપવાનો ગુજરાત હાઇકોર્ટનો આ પ્રથમ નિર્ણય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news