છાતી પર પગ મૂકી કોરોનાની સારવાર કરતો પાલનપુરનો ઢોંગી ગુરૂ પકડાયો
Trending Photos
- દર્દીએ ગુરુ પાસે વિધિ કરાવી સાજા થઇ જકે એમ માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું
- કોરોના પોઝિટિવ દર્દીના શરીર પર ઊભો રહી લેભાગુ ગુરૂ મંત્ર જાપ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો
- પાલનપુર પોલીસે તપાસના અંતે ગુરૂ સહિત બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી
અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠામાં લેભાગુ ગુરૂ દ્વારા મંત્ર તંત્રના જાપ દ્વારા કોરોના દર્દીની સારવારનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. IPC 188 અને એપેડમિક એકટ મુજબ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. કોરોના પોઝિટિવ દર્દીના શરીર પર ઊભો રહી લેભાગુ ગુરૂ મંત્ર જાપ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. પાલનપુર પોલીસે તપાસના અંતે ગુરૂ સહિત બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો : ગુજરાતનો સૌથી મોટો મ્યુકોરમાયકોસિસ વોર્ડ ફૂલ થવાને આરે, 1000 બેડની હોસ્પિટલ બનાવવા રાજકોટ તંત્રનો નિર્ણય
ગ્રામીણ વિસ્તારોમાં કોરોના મહામારી વચ્ચે ભુવા અને કહેવાતા લેભાગુ ગુરૂ બની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. 20 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ વાયરલ વીડિયો અત્યારે વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી. પાલનપુર શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાને બદલે લેભાગુ ગુરુ પાસે લઈ જવાયા હતા. આ ગુરુએ વિધિ કર્યા બાદ દર્દીની તબિયત વધુ લથડતા મોત નિપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેઓ સારવાર માટે ડીસામાં રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા. પરંતુ ડીસામાં કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતાં તેઓ પાલનપુર ખાતે રહેતા બીજા ભાઈને ત્યાં ગયા હતા.
પાલનપુરમાં એક લેભાગુ ગુરુમાં ભવનભાઈ માનતા હતા. તેઓએ હોસ્પિટલમાં જવાને બદલે ગુરુ પાસે વિધિ કરાવી સાજા થઇ જકે એમ માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. તે દરમિયાન ગુરુએ ચેલા માનતા કોરોનાગ્રસ્ત ભવનભાઈના સીધા સુવડાવી તેમના પેટ પર એક પગ મૂકી મંત્રોચ્ચાર કર્યા હતા અને તેઓ જલદી સાજા થઇ જશે તેવા આશીર્વાદ આપ્યા હતા, જો કે આ સમગ્ર વિધિના થોડાક સમય બાદ ભવનભાઈની તબિયત વધુ લથડતા તેનું મોતનું નીપજ્યું હતું.
20 દિવસ પછી આ સમગ્ર ઘટનામાં કોરોનાગ્રસ્ત દર્દી પર આ રીતે વિધિ થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હકીકત સામે આવી હતી ત્યારે આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી રાપરના નાડેલાનો લેભાગુ ગુરુ મોહન ભગતને પકડી પાડ્યો છે. સાથે જ દિનેશ પ્રજાપતિ (રાપર) અને રાયમલ (ભગતનો ગુરૂભાઈ)ની પણ ધરપકડ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે