એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ, ઓછા ખર્ચે મીની ગોવામાં માણો મજા
એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ. આ નયનરમ્ય નજારો દમણના દરિયા કિનારાનો છે. રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ પર્યટન માટે ખૂબ જ જાણીતું નામ છે.
Trending Photos
નિલેશ જોશી, દમણ: ગુજરાતીઓ ફરવાના ખુબ શૌકીન છે અને નાની અમથી રજા મળે એટલે દીવ કે ગોઆ ફરવા ઉપડી જતા ગુજ્જુઓ હવે દિવાળીના વેકેશનમાં પરિવાર સાથે પ્રવાસ કરી રહયા છે. જોકે આ વખતે ટ્રેન અને બસની મુશેક્લીઓના કારણે ગુજ્જુઓ ગોવાને બદલે દમણની વાટ પકડી છે. મીની ગોવા તરીકે જાણીતા દમણમાં હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. જેના કારણે 3 વર્ષ થી ઠપ્પ પડેલા દમણ પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. તો આવો આપને પણ કરાવીએ દમણના આહલાદક વાતાવરણ અને દરિયા કિનારાની સફર.
એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ. આ નયનરમ્ય નજારો દમણના દરિયા કિનારાનો છે. રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ પર્યટન માટે ખૂબ જ જાણીતું નામ છે. દરિયા કિનારે આવેલો હોવાથી આ નાનકડો સંઘપ્રદેશ પર્યટન માટે દેશભરમાં જાણીતો છે. દેશભરના પર્યટકો દમણની મુલાકાત લે છે અને દમણના દરિયા કિનારાની સુંદરતા જોઈ અને દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થતો રહે છે. આથી દમણ મીની ગોવા તરીકે પણ ઓળખાય છે. ગુજરાત અને મુંબઈના પ્રવાસીઓના મતે દમણમાં ગોવા કરતાં ઓછા ખર્ચે મઝા માણી શકાય છે.
દમણમાં પ્રવાસીઓ પર્યટકોને આકર્ષવા માટે દમણમાં દેવકા બીચ અને જમપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની સાથે સુંદર અને સ્વચ્છ દરિયાકિનારો હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે. સાથે જ પ્રદેશમાં દારૂની પણ છૂટ હોવાથી મોટી સંખ્યામાં શોખીનો દર વર્ષે દમણની મુલાકાત લે છે. ત્યારે દમણમાં દિવાળી વેકેશનમાં હાલમાં અમદાવાદ ,વડોદરા ,સુરત સહીત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યા માં પ્રવાસીઓ ઉમટયા છે. તો મહારાષ્ટ્રના પ્રવાસીઓ દમણમાં દિવાળી વેકેશનની મઝા માણતા જોવા મળ્યા છે .
કોરોના કાળમાં સંઘ પ્રદેશ દમણના પર્યટન ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડયો હતો. કોરોનાને કારણે દમણના પર્યટન સ્થળો સૂમસામ ભાસી રહ્યા હતા. આથી મોટેભાગે પર્યટન પર જ નિર્ભર આ પ્રદેશ સાથે હોટલ ઉદ્યોગ અને અન્ય સંબંધિત ઉદ્યોગ પણ મુશ્કેલીમાં હતો. જોકે આ વખતે ફરી એક વખત મુશ્કેલી બાદ આ નાનકડા પર્યટન સ્થળની રોનક પરત ફરી રહી છે. અને ફરી એક વખત દમણના દરિયા કિનારા પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. પર્યટકો ફરી દિવાળી વેકેશન નિમિત્તે આ સુંદર નાનકડા પ્રદેશની મુલાકાત લેવાની શરૂઆત થઇ છે. પ્રદેશના જામપોર અને દેવકા દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે. વેકેશનના માહોલમાં ફરી વખત દમણની રોનક પરત ફરી રહી છે. પર્યટકો પરિવાર સાથે દમણની મુલાકાત લઈ રહ્યા છે. જેથી નાના વેન્ડર થી લઈને દમણ વાસીઓને આર્થિક ફાયદો થઇ રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે કોરોનાના કારણે દમણનો પર્યટન ઉદ્યોગ અને હોટલો બંધ હતી. જોકે હવે દિવાળી વેકેશનથી મોટી સંખ્યામાં ફરી એક વખત પર્યટકો દમણ તરફ વળ્યા છે. જેના કારણે દમણના પર્યટન ઉદ્યોગ અને હોટલ ઉદ્યોગની રોનક પરત ફરી રહી છે. આથી હોટલ ઉદ્યોગમાં પણ અત્યારે ઉત્સાહનો માહોલ છે. સાથે જ સ્થાનિક રોજગારીના અવસર પણ ફરી ખુલ્યા છે. આથી સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણ દરિયા કિનારે આવેલું છે અને દરિયાની સુંદરતાને કારણે દેશભરમાં જાણીતું છે. આથી ગુજરાત અને નજીકના રાજ્યના પર્યટકો દરિયાની મોજ માણવા માટે ગોવાની જગ્યાએ દમણ ને વધારે પસંદ કરે છે. આથી દમણના દરિયા કિનારા મીની ગોવા જેવો આભાસ કરાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી જે રીતે પ્રદેશના દરિયા કિનારો નો ચોમેરથી વિકાસ થયો છે. તેને કારણે હવે દમણના દરિયા કિનારા વિદેશના દરિયાકિનારાને ટક્કર આપે તેવા સુંદર લાગી રહ્યા છે. આથી પર્યટકો ની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ફરી એક વખત પ્રદેશ દમણના પર્યટન ઉદ્યોગની રોનક પરત ફરી છે. આથી ઉદ્યોગકારોની સાથે સ્થાનિક લોકોમાં પણ આશાનો નવો સંચાર થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે