ગુજરાત તરફ આવતા તોફાન સામે NDRF એ સુકાન સંભાળ્યું, સ્પેશિયલ સ્યુટ સાથે ટીમ નીકળી
Trending Photos
- કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ પીપીઈ કીટ અને રેસ્ક્યૂ માટેના સ્પેયિશિલ સ્યુટ પણ સાથે લઈ નીકળી
- કચ્છના જખૌમાં નુકસાનીની સંભાવના વધારે હોવાથી પ્રાંત અધિકારીએ પોલીસ અને ટીડીઓને સ્થળાંતરની જવાબદારી સોંપી
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં સંભવિત તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) ને લઈને ગુજરાતનું તંત્ર સાબદુ થયું છે. આ સંકટ સામે એનડીઆરએફની ટીમો સુકાન સંભાળ્યું છે. સયક્લોનને લઇ NDRF એક્શનમાં આવી ગયું છે. રાજ્યમા અલગ અલગ જિલ્લાઓમા NDRF ની 15 ટીમ મોકલાશે. જેમાં સૌથી વધુ અસરકારક રહેશે તેવા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લામા 10 ટીમો મોકલાશે. તેમજ કેટલીક ટીમો રિઝર્વ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. વડોદરા હેડક્વાર્ટર ખાતે 8 ટીમ, જ્યારે કે ગાંધીનગર ખાતે 2 ટીમ સ્ટેન્ડબાય રહેશે.
કયા જિલ્લામાં કેટલી ટીમ મોકલાશે
- ભાવનગર ૧
- અમરેલી ૨
- ગીર સોમનાથ ૨
- પોરબંદર ૨
- દ્વારકા ૨
- જામનગર ૨
- રાજકોટ ૨
- કચ્છ ૨
આ પણ વાંચો : ક્રાઈમ પેટ્રોલ જેવો કિસ્સો, અમીરગઢના જંગલમાંથી યુવક-યુવતીના કંકાલ મળ્યા, પાસે પડ્યું હતું એક પર્સ
કોરોનાને કારણે ટીમને અપાઈ સ્પેશિયલ કીટ
રાજ્યમાં તોકતે વાવાઝોડાની દહેશતના પગલે ndrf ની ટીમ તૈયાર થઈ છે. વડોદરાના જરોદ ખાતેના ndrf હેડ ક્વાર્ટર ખાતેથી 2 ટીમ રવાના ગીર સોમનાથ જવા રવાના થઈ છે. Ndrf ના હેડ ક્વાર્ટર પર બીજી 15 ટીમો સ્ટેન્ડબાય રહેશે. તંત્રના આદેશ મળતાં જ આ ટીમો રવાના થઈ જશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ પીપીઈ કીટ અને રેસ્ક્યૂ માટેના સ્પેયિશિલ સ્યુટ પણ સાથે લઈ નીકળી છે.
વાવાઝોડાથી જખૌ બંદરને સૌથી વધુ નુકસાન થવાની ભીતી
રાજકોટમાં તૌકતે વાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. રાજકોટ એરપોર્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે. જે અલગ અલગ જિલ્લામા જશે. તો બીજી તરફ, કચ્છનું તંત્ર તૌકતે વાવાઝોડા સામે ટકરાવવા સાબદુ થયું છે. આજે સાંજ સુધીમાં જખૌ બંદર ખાતે વસતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડી લેવાશે. આ માટે આશ્રય સ્થાનો નક્કી કરાયા છે, જે તેમને ખસેડાશે. જખૌમાં નુકસાનીની સંભાવના વધારે હોવાથી પ્રાંત અધિકારીએ પોલીસ અને ટીડીઓને સ્થળાંતરની જવાબદારી સોંપી છે. જખૌ બંદરે 200 માછીમારી બોટ પરત આવી ગઇ છે. હાલમાં 28 બોટ હજી પણ દરિયાની અંદર છે. માછીમારો દ્વારા બોટને સલામત સ્થળે લાંગરવામાં આવી રહી છે. જેથી બોટને કોઈ નુકસાન ન થાય સાથે જ માછીમારી માટે ટોકન આપવાનું પણ બંધ કરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે