લે... ખા... કેટલા ખાઈશ? ગુજરાતની એક નગરપાલિકામાં ભ્રષ્ટાચારી સત્તાધીશોનો અનોખો વિરોધ

Dholaka Nagarpalika : ધોળકા નગરપાલિકામાં ચીફ ઓફિસર પર નકલી રૂપિયાનો વરસાદ કરી વિપક્ષનું વિરોધ પ્રદર્શન, સત્તાધીશોને અનોખી રીતે જગાડવાનો પ્રયાસ કરાયો 

લે... ખા... કેટલા ખાઈશ? ગુજરાતની એક નગરપાલિકામાં ભ્રષ્ટાચારી સત્તાધીશોનો અનોખો વિરોધ

Ahmedabad News : ગુજરાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો સરકારી ઓફિસની અંદર હાજર છે. અહીં તેઓ તેમના ગળામાં પ્લેકાર્ડ લટકાવીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ વીડિયોમાં એક અધિકારી ખુરશી પર હાથ જોડીને બેઠેલા જોવા મળે છે. લોકો તેમના પર આરોપ લગાવી રહ્યા છે. આ સાથે લોકો પોતાની સાથે નોટોના વાસણો પણ લાવ્યા છે. લોકો આ નોટો અધિકારી પર ફેંકી રહ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે લોકો ગુસ્સે થઈને ઓફિસર પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ધોળકા નગરપાલિકાનો આ વીડિયો છે. જેમાં ચીફના ઓફિસર જતીન મહેતા પર નકલી નોટો ઉડાડી કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. તો બીજી બાજુ ધોળકાના વોર્ડ નંબર  ૬ માં નગરપાલિકાના પ્રમુખનાં પુતળાને આંખે પટ્ટી બાંધી ઉભરાતી ગટરના પાણીમાં મૂકી કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. 

જે ગેરકાયદેસર પૈસા ખાશે તે જ ભાષામાં જનતાએ જવાબ આપ્યો. ધોળકા નગરપાલિકામાં પ્રજાના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે નગરપાલિકાના ચીફ ઓફિસરનો ક્લાસ લીધો હતો. 

ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નૂરજહાંબેન સૈયદની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા  ફૈઝ પાર્ક સોસાયટી તેમજ છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તુટેલા રસ્તાઓ નગરપાલિકાના પ્રમુખને દેખાતા નથી... તેનો મેસેજ આપવા નગરપાલિકાના પ્રમુખનાં પુતળાની આંખે પટ્ટી બાંધી તુટેલા રોડ તેમજ ગટરના ભરાયેલા પાણી વચ્ચે ઉભું કરી અનોખો વિરોધ કર્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ આ આશ્ચર્યજનક કાર્યક્રમમાં ભાગ લઈ નગરપાલિકાનાં સત્તાધીશો વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત મેનાબેન ટાવર ચાર રસ્તાથી ચૂઈફળી જકાતનાકા સુધીનો મેઈન રોડ ઘણા દિવસોથી બંધ હોવાથી આ રોડ ઉપર પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

લોકોએ ઓફિસરને ક્લાસ આપ્યો 
આ વીડિયોમાં લોકો ઓફિસરને કહી રહ્યા છે કે તેમની સોસાયટીમાં ગંદુ પાણી આવી રહ્યું છે. દરમિયાન એક વ્યક્તિનું કહેવું છે કે બિસ્સામીલ્લા સોસાયટીમાં પણ. દરમિયાન લોકો પૂછે છે કે કેટલા પૈસા ખર્ચ થશે. લો અને ખાઓ. આ પછી, લોકો પરબિડીયાઓમાંથી પૈસા કાઢે છે અને તેના પર પૈસા વરસાવે છે. વિરોધ કરી રહેલા લોકોમાંથી કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો. અધિકારી પોતાની સીટ પર હાથ જોડીને બેઠો રહે છે. આ વીડિયો ગુજરાતના કયા વિસ્તારનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news