લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 26 બેઠકના ઈન્ચાર્જ કર્યા જાહેર
છેલ્લા ઘણા સમયથી અટકાયેલા કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના સંગઠનના નવા અધિકારીઓની જાહેરત કરી દીધી છે. કુલ 402 સભ્યો ધરાવતા આ નવા માળખાને સંખ્યાની દ્રષ્ટિએ જમ્બો માળખું કહી શકાય.
Trending Photos
અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી અટકાયેલા કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. તો આ સાથે કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના નવા સંગઠન માળખાની સાથે 26 લોકસભા સીટો પર ઈન્ચાર્જની પણ નિમણૂંક કરી દીધી છે. જેમાં છ ધારાસભ્યને પણ લોકસભા બેઠકની જવાબદારી આપવામાં આવી છે.
કોને સોંપાઈ ક્યા જિલ્લાની જવાબદારી
- ખુર્શિદ સૈયદ - કચ્છ
- ગોવિંદભાઈ પટેલ - બનાસકાંઠા
- નરેશ રાવલ -- પાટણ
- અશ્વિન કોટવાલ MLA- મહેસાણા
- બલદેવજી ઠાકોર MLA- સાબરકાંઠા
- ઈન્દ્રવિજય સિંહ ગોહિલ - ગાંધીનગર
- સાગર રાયકા - અમદાવાદ ઈસ્ટ
- નિરંજન પટેલ MLA - અમદાવાદ વેસ્ટ
- બળદેવ લુની - સુરેન્દ્રનગર
- મીહિર શાહ - રાજકોટ
- ભીખુભાઈ વારોતરીયા - પોરબંદર
- ચંદ્રિકાબેન ચુડાસમા - જામનગર
- એમ.એફ.બ્લોચ - જૂનાગઢ
- ઝવેરભાઈ ભાલિયા - અમરેલી
- રાજુભાઈ પરમાર -- ભાવનગર
- મૌલિન વૈશ્ણવ - આણંદ
- હિમંતસિંહ પટેલ - ખેડા
- સી.જે.ચાવડા - પંચમહાલ
- નારણ રાઠવા, MP - દાહોદ
- શૈલેષ પરમાર, MLA- વડોદરા
- ભીખાભાઈ રબારી - છોટાઉદેપુર
- ગૌરવ પંડ્યા - ભરૂચ
- ધિરૂભાઈ ભીલ - બારડોલી
- રણજીત ચૌહાણ - સુરત
- અશોક પંજાબી - નવસારી
- કાદિરભાઈ પિરઝાદા - વલસાડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે