નર્મદા વિરોધી મેઘા પાટકરને કોણે સંસદની ચૂંટણીમાં ટિકિટ આપી? ગુજરાત આવા લોકોને ફાવવા નહીં દે...

સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના ભારોભાર વખાણ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા યોજનો વિરોધ કરનારાઓને અર્બન નક્સલવાદી કહી સંબોધ્યા હતા.

નર્મદા વિરોધી મેઘા પાટકરને કોણે સંસદની ચૂંટણીમાં ટિકિટ આપી? ગુજરાત આવા લોકોને ફાવવા નહીં દે...

ઝી ન્યૂઝ/નર્મદા: ગુજરાત વિરોધી અર્બન નક્સલ ગેંગ પર આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીધો પ્રહાર કર્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નર્મદા વિરોધી મેઘા પાટકરને કોણે સંસદની ચૂંટણીમાં ટિકિટ આપી હતી તે બધા જાણે છે. ગુજરાત આવા લોકોને નહીં ફાવવા દે... તમને જણાવી દઈએ કે પીએમ મોદીના ગુજરાત પ્રવાસના આજે બીજા અને છેલ્લા દિવસે કચ્છને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને 4700 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે નર્મદા યોજનાના વખાણ કર્યા
આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના ભારોભાર વખાણ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા યોજનો વિરોધ કરનારાઓને અર્બન નક્સલવાદી કહી સંબોધ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નર્મદા વિરોધી મેઘા પાટકરને કોણે સંસદની ચૂંટણીમાં ટિકિટ આપી હતી તે બધા જાણે છે. ગુજરાત આવા લોકોને નહીં ફાવવા દે... 

5- 5 દાયકા સુધી કચ્છના લોકોને પાણીથી વંચિત રાખ્યું
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 'આજના દિવસે એ પણ યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા જેમણે 5- 5 દાયકા સુધી કચ્છના લોકોને નર્મદાના પાણીથી વંચિત રાખ્યા હતા, કચ્છને તરસ્યું રાખ્યું હતું. સૂકું ભઠ્ઠ રાખ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે વિરોધ કરવા વાળા અર્બન નક્સલવાદી કોણ હતા. જેમણે સરાજાહેર ગુજરાતનો વિરોધ કર્યો. ખાસ કરીને કચ્છનો વિરોધ કર્યો. એ અર્બલ નક્સલવાદીઓ કચ્છ અને ગુજરાતને વિકાસથી વંચિત રાખવાના તમામ પેતરા કર્યા હતા. એ લોકોમાંનું એક નામ છે મેઘા પાટકર...

મેધા પાટકર મોટા અર્બન નક્સલવાદી
તેમણે ઉમેર્યું હતું કે, આપણે જાણીએ છીએ કે આ લોકો કઈ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. કોણે તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી. ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ ફેલાવવાની આવા લોકોની પેરવી હતી. પરંતુ ગુજરાતની શાણી અને સમજુ પ્રજાએ તેમજ કચ્છની ખમીરવંતી પ્રજાએ એમના મનસૂબા પર પાણી ફેરવી દીધું. તેમના મનસૂબા ફાવવા દીધા નથી અને ફાવવા દેવાના પણ નથી'.

સરદાર સરોવર ડેમ સૌથી વિવાદિત ડેમ
ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમ દેશનો સોથી મોટો ડેમ હોવાની સાથે સૌથી વિવાદિત ડેમ પણ છે. પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તાઓએ 1980ના દશકથી તેની વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે 1995માં તેના નિર્માણ પર પાબંધી લગાવી હતી. સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરે તેની વિરુદ્ધ નર્મદા બચાઓ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જેનો ઉલ્લેખ કરી આજે જ્યારે કચ્છના છેવાડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે મેઘા પાટકરને અર્બન નક્સલવાદી કહી આકરા પ્રહાર કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news