મોટી ઉંમરે થતી બીમારીનો શિકાર બની રહ્યાં છે યુવાનો, સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આપી ખાસ માહિતી

આજના ઝડપી યુગમાં જીવનશૈલીમાં આવેલા ફેરફારોની અસર આપણા સ્વાસ્થ્ય પર પડી છે. આજના સમયમાં ઘણા એવા રોગ છે જે યુવા લોકોમાં પણ જોવા મળી રહ્યાં છે. તેમાંથી એક રોગ ઘૂંટણના દુખાવાનો છે, જેના વિશે સિવિલ હોસ્પિટલના ડોક્ટરે ખાસ માહિતી આપી છે. 

 મોટી ઉંમરે થતી બીમારીનો શિકાર બની રહ્યાં છે યુવાનો, સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આપી ખાસ માહિતી

અમદાવાદઃ આજકાલની જીવનશૈલીમાં અનેક રોગોનો સામનો લોકો નાની ઉંમરે કરી રહ્યાં છે. અત્યાર સુધી ઘણી એવી બીમારી હતી જે મોટી ઉંમરે જોવા મળતી હતી પરંતુ હવે નાની ઉંમરે આ બીમારીઓ જોવા મળે છે. આ વચ્ચે સિવિલ હોસ્પિટલના એક ડોક્ટરે ખાસ માહિતી આપી છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આજકાલ યુવાનોમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા જોવા મળી રહી છે. ડોક્ટરે કહ્યું કે બદલાતી જીવનશૈલી અને ખાનપાન તેની પાછળ જવાબદાર છે. જો તમને પણ આવી સમસ્યા થાય છે તો તમારે સાવચેત થવાની જરૂર છે.

શું કહે છે સિવિલ હોસ્પિટલના સ્પાઇન ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર ડૉ. પિયુષ મિતલ
સિવિલ હોસ્પિટલના સ્પાઇન ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવતા ડૉ. પિયુષ મિતલે આ માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે બાળપણ, યુવાઓ અને વૃદ્ધોમાં ઘૂંટણની સમસ્યા જોવા મળે છે. પણ વૃદ્ધોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જો કે પાછલા કેટલાક સમયથી નાનીવયના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળી છે.

યુવાઓમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી...
ડૉ. પિયુષ મિત્તલનું કહેવું છે કે પાછલા કેટલાક સમયનો ટ્રેન્ડ જોઈએ તો યુવાઓમાં ઘૂંટણની સમસ્યામાં વધારો થયો છે. આની પાછળનું સૌથી મોટુ કારણ બેઠાડુ જીવન, શરીરનું વધુ પડતું વજન અને, ખાનપાન છે. કેટલાક વર્ષો પહેલા લોકોની જીવન શૈલીને આપડે ફરી અપનાવવાની જરૂર છે. કસરત કરવી જોઈએ...

બાળકોમાં પણ ઘૂંટણની સમસ્યા...
બાળકોમાં પણ કેટલીક સમસ્યાઓને કારણે ઘૂંટણનો દુખાવો થાય છે. પગના અલાઈન્મેન્ટ બરાબર ન હોવાને કારણે ઘૂંટણ ઉપર ભાર પડે છે જેના કારણે બાળકને ચાલવામાં તકલીફ પડે છે. આ માટે તેની ચાલવાની પદ્ધતિમાં ફેરફાર કરવો જુરૂરી છે.

કઈ રીતે દુખાવા સામે રાહત મેળવી શકાય
સામાન્ય રીતે જીવનશૈલીમાં બદલાવ લાવવાથી અને બેઠાંડુ જીવનશૈલીને બદલે નિયમિત કસરત કરવાથી સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આ સિવાય ચાલતી વખતે પગના અલાઇમેન્ટ યોગ્ય હોય તે પણ જરૂરી છે. શરીરનું વજન આપણી ઊંચાઈના સાપેક્ષમાં હોય તે પણ ખુબ જ જરૂરી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news