365 દિવસ બાદ સૂર્ય કરશે ગુરૂની રાશિમાં પ્રવેશ, 2025માં આ રાશિઓની ચાંદી જ ચાંદી, અવિશ્વસનીય ધનલાભનો યોગ

Surya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય 15 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના ગુરૂની રાશિમાં જવાથી ત્રણ રાશિઓને ધન-સંપત્તિની સાથે માન-સન્માનની પ્રાપ્તિ થશે.

સૂર્ય ગોચર

1/6
image

ગ્રહોના રાજા સૂર્યને નવગ્રહમાંથી ખાસ માનવામાં આવે છે. સૂર્યને આત્મા, પિતાને કારક માનવામાં આવે છે. તેવામાં સૂર્યની સ્થિતિમાં ફેરફારની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. તેવામાં સૂર્યને એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં એક વર્ષ જેટલો સમય લાગે છે. મહત્વનું છે કે સૂર્ય અત્યારે વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે. ત્યારબાદ તે ધન રાશિમાં પ્રવેશ કરશે. વર્ષના અંતમાં ગુરૂની રાશિમાં સૂર્યનો પ્રવેશ કેટલાક જાતકોને બમ્પર લાભ કરાવી શકે છે. આવો જાણીએ ગ્રહોના રાજા સૂર્યના ધન રાશિમાં પ્રવેશથી કયા જાતકોને લાભ મળી શકે છે. 

2/6
image

દૃક પંચાગ અનુસાર સૂર્ય 15 ડિસેમ્બરે રાત્રે 10 કલાક 19 મિનિટ પર ધન રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં 14 જાન્યુઆરી 2025 સુધી રહેવાના છે. સૂર્યના ગુરૂની રાશિમાં જવાથી કેટલાક જાતકોને વેપાર, કરિયર, આર્થિક સ્થિતિ વગેરેમાં ખુબ લાભ મળવાનો છે.

ધન રાશિ

3/6
image

આ રાશિના લગ્ન ભાવમાં સૂર્ય ગોચર કરવાના છે. તેથી આ રાશિના જાતકોને નવા વર્ષમાં ખુબ લાભ મળવાનો છે. પરિવાર સાથે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. તમારી અંદર એક નવી ઉર્જાનો પ્રભાવ હશે. આ સાથે નોકરી કરનાર જાતકોને ખુબ લાભ મળી શકે છે. તમે કરેલી મહેનતનું ફળ જરૂર મળશે.  આ સાથે કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે.

સિંહ રાશિ

4/6
image

આ રાશિના સ્વામી હોવાની સાથે સૂર્ય પાંચમાં ભાવમાં ગોચર કરવાના છે. તેથી આ જાતકોને ખુબ લાભ મળી શકે છે. તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. તમે આત્મ મંથન કરી શકો છો. તેનાથી તમારી અંદર ઘણા ફેરફાર આવી શકે છે. માતા-પિતા અને ગુરૂઓનો સાથ મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ તમને મળશે. આ સાથે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં પણ તમને ખુબ લાભ મળવાનો છે.

તુલા રાશિ

5/6
image

આ રાશિના જાતકોને પણ વિશેષ લાભ મળવાનો છે. આ રાશિના ત્રીજા ભાવમાં સૂર્ય રહેશે. તેવામાં આ જાતકો પોતાના ભાઈ-બહેનો સાથે સારો સમય પસાર કરશે. તમે તમારા પરિવાર કે મિત્રો સાથે કોઈ યાત્રા પર જવાનો પ્લાન બનાવી શકો છો. નવી નોકરીની તક મળી શકે છે. તેવામાં પગાર વધારાનો યોગ બની રહ્યો છે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સાથે સારો સંબંધ સ્થાપિત થઈ શકે છે. આર્થિક મુશ્કેલીમાંથી છુટકારો મળી શકે છે. આ સાથે સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે.

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.