આ શું પુરુષોને પાઠ ભણાવવા માટે મોડલ ઈન્ડિયા ગેટ પર ટુવાલ પહેરીને પહોંચી ગઈ? Viral Video પર બબાલ
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મોડલ ચપ્પલ પહેરીને સફેદ ટુવાલ લપેટીને ઈન્ડિયા ગેટ પર પહોંચી ગઈ અને બોલીવુડ ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેનું ગીત મેરે ખ્વાબો મે...પર નાચી રહી છે
Trending Photos
કોલકાતાની એક મોડલે ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને ચોંકાવી દીધા છે. મોડલે દિલ્હીના ઈન્ડિયા ગેટની સામે એક સફેદ ટુવાલમાં નાચતા પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સન્નતિ મિત્રાએ પોસ્ટ કર્યો છે. જે પોતાને મિસ કોલકાતા સ્પર્ધાની 2017ની વિજેતા હોવાનો દાવો કરે છે. હવે આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ આવી રહી છે.
શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મોડલ ચપ્પલ પહેરીને સફેદ ટુવાલ લપેટીને ઈન્ડિયા ગેટ પર પહોંચી ગઈ અને બોલીવુડ ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેનું ગીત મેરે ખ્વાબો મે...પર નાચી રહી છે. ઈન્ડિયા ગેટ પર આ ડાન્સને બાળકો અને વડીલો બધા જોઈ રહ્યા છે. મોડલે વીડિયો પોસ્ટ કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની હાર્દિક શુભકામનાઓ. તમે બધા તમારા સાહસ, દયાળુપણું અને સહાનુભૂતિથી બીજાને પ્રેરિત અને પ્રોત્સાહિત કરતા રહો.
વીડિયો પર રિએક્શન
વીડિયો પોસ્ટ થયાના બે કલાકની અંદર 200,000 થી વધુ વ્યૂઝ મળ્યા. મોટાભાગના યૂઝર્સે મોડલને ખુબ સંભળાવ્યું. કોઈએ કહ્યું કે કોઈ તેની ધરપકડ કેમ કરતું નથી. તો કોઈએ કહ્યું કે આ ફેમિનિઝમ નથી. અનેક યૂઝર્સનું કહેવું હતું કે આ પ્રકારે સ્મારક પર આવા ટુવાલ પહેરીને નાચવું ઠીક નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે