80 દિવસની રજાઓ, ફેબ્રુઆરીમાં લેવાશે બોર્ડની પરીક્ષા, જાણો ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર

Gujarat Board Academic calendar: આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ વચ્ચે પરીક્ષા લેવાશે. 28 ઑક્ટોબરથી 17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન અને 5 મેથી 8 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે.

80 દિવસની રજાઓ, ફેબ્રુઆરીમાં લેવાશે બોર્ડની પરીક્ષા, જાણો ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર

Gujarat Board Academic calendar: ગુજરાત બોર્ડે દ્વારા  શૈક્ષણિક વર્ષ 2024 કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો જાહેર કરવામાં આવી. આ કેલેન્ડર શૈક્ષણિક વર્ષ GSEB School Calendar 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ માટે છે. આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ વચ્ચે પરીક્ષા લેવાશે. 28 ઑક્ટોબરથી 17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન અને 5 મેથી 8 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે.

ગુજરાત બોર્ડે દ્વારા  શૈક્ષણિક વર્ષ 2024 કેલેન્ડરમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 2025 માં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 13 માર્ચ સુધી ચાલશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક કેલેન્ડર અંતર્ગત 21 દિવસનું દિવાળી વેકેશન ,ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. કુલ 80 દિવસની રજાઓ રહેશે. ધોરણ 9 અને 11 ની વાર્ષિક પરીક્ષા સાત એપ્રિલથી શરૂ થશે અને 19 એપ્રિલ સુધી ચાલશે. 

દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન તારીખ જાહેર
દિવાળી વેકેશન તા.૨૮/૧૦/૨૦૨૪ થી ૧૭/૧૧/૨૦૨૪ સુધી રહેશે જેમાં રજાના કુલ દિવસ ૨૧ રહેશે અને ઉનાળુ વેકેશન તા.૦૫/૦૫/૨૦૨૫ થી ૦૮/૦૬/૨૦૨૫ જેમાં રજાના દિવસ૩૫ રહેશે આ પછી આવતું નવું  શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું પ્રથમ સત્ર શરૂ તા.૦૯/૦૬/૨૦૨૫ થી શરૂ કરવાનું રહેશે.

શાળાકિય પ્રવૃત્તિ માટે કેલેન્ડર જાહેર

  • ધોરણ ૯ થી ૧૨ ની પ્રથમ પરિક્ષા ૧૪ થી ૨૩ ઓક્ટોબર દરમિયાન યોજાશે 
  • ધોરણ ૯ થી ૧૨ ની પ્રિલિમ/બીજી પરિક્ષા ૨૦ થી ૨૮ જાન્યુઆરી દરમિયાન યોજાશે 
  • ધોરણ ૧૦-૧૨ બોર્ડની સૈદ્ધાંતિક કે પ્રાયોગિક પરિક્ષા ૩૧ જાન્યુઆરી થી ૪ ફેબ્રુઆરી વચ્ચે યોજાશે
  • ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષા ૬ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન યોજાશે 
  • ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરિક્ષા ૨૭ ફેબ્રુઆરી થી ૧૩ માર્ચ વચ્ચે યોજાશે
  • ધોરણ ૯-૧૧ ની વાર્ષિક પરિક્ષા ૭ થી ૧૯ એપ્રિલ વચ્ચે યોજાશે 
  • પ્રથમ સત્ર માં ૧૦૮ કાર્ય દિવસો રહેશે
  • દિવાળી વેકેશન ૨૧ દિવસનું ૨૮ ઓક્ટોબર થી ૧૭ નવેમ્બર નું રહેશે 
  • દ્વિતિય સત્ર ૧૩૫ દિવસનું ૧૮ નવેમ્બર થી ૪ મે સુધી રહેશે 
  • ઉનાળુ વેકેશન ૩૫ દિવસનું રહેશે 
  • ઉનાળુ વેકેશન ૫ મે થી ૮ જૂન સુધીનું રહેશે 
  • શૈક્ષણિક વર્ષ દરમિયાન ૧૮ જાહેર રજાઓ તથા ૬ સ્થાનિક રજાઓ રહેશે
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news