ભાજપમાં પ્રમુખોની નિમણૂંક માટે દિલ્હીથી આવી મોટી ખબર, કમલમમાં પોતાના માણસો ગોઠવવા લોબિંગ શરૂ
Gujarat BJP Organization Changes : સંગઠનમાં હોદ્દો મેળવવા માટે આંતરિક ડખાં ભાજપ શહેર-જીલ્લા પ્રમુખની નિમણૂંકમાં વિલંબ થઇ શકે છે... ભાજપ પ્રદેશ નિરીક્ષકોનો દિલ્હી પ્રવાસ લંબાયો હાઈકમાન્ડની લીલીઝંડી બાદ નામોની જાહેરાત
Trending Photos
Gujarat Poltiics ગાંધીનગર : ગુજરાત ભાજપમાં ગમે ત્યારે શહેર-જિલ્લા પ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જોકે, આ વચ્ચે એક ચર્ચા શરૂ થઈ છે કે, આ જાહેરાતમાં હજી વિલંબ થઈ શકે છે. કારણ કે, આંતરિક વિખવાદ જોતા વાત દિલ્હી હાઈકમાન્ડમાં પહોંચી છે અને દિલ્હી દરબારમાં હામી ભરાયા બાદ નામોની જાહેરાત થશે. જોકે, આ વચ્ચે કમલમમાં પોતાના માણસો ગોઠવવા માટે નેતાઓમાં દોડધામ મચી ગઈ છે.
તાજેતરમાં જ મહાનગરપાલિકા, જિલ્લા પ્રમુખોની વરણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજ્યભરમાં શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા થઈ હતી. એક પદ માટે ઢગલાબંધ દાવેદારોએ કાર્યાલય ખાતે પોતાની દાવેદારી નોંધાવી હતી. બીજી તરફ જોઈએ તે પ્રમુખ બનવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેને કારણે નિરીક્ષકોની ટીમ પણ ગૂંચવાઈ છે. મજબૂત દાવેદારોએ પદ મેળવવા માટે છેક કમલમ સુધી લોબિંગ શરૂ કરી દીધું છે. તો અનેક શહેરોમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.
બીજી તરફ, સંગઠનમાં હોદ્દો મેળવવા માટે ભાજપમાં આંતરિક ખેંચતાણ જોવા મળી રહ્યું છે. ધારાસભ્યોથી લઈને નેતાઓ સંગઠનમાં પોતાના માણસો ગોઠવવા માટે પોતાની વગ લગાવી રહ્યાં છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે કોનું નામ જાહેર થાય છે.
હાલ જોઈએ તો, સમગ્ર મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે. આંતરિક ડખા બહાર આવતા અને ખેંચતાણ શરૂ થતા હવે જાહેરાતમાં હજી વિલંબ થઈ શકે છે. ફાઈનલ લિસ્ટ માટે ભાજપ પ્રદેશના નિરીક્ષકો દિલ્હી પહોંચ્યા છે. જાણવા મળ્યું છે કે, અટવાયેલા મામલાને કારણે તેમનો પ્રવાસ પણ લંબાવાયો છે. દિલ્હીમાં ચર્ચાવિમર્શ કર્યા બાદ જ નામોની જાહેરાત કરવામાં આવશે. ત્યારે કમુરતા બાદ પણ નામોની જાહેરાત થઈ શકે છે તેવો અંદાજ માંડવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે