Chinese Garlic: જાણો ચાઈનીઝ અને દેશી લસણ વચ્ચે કેવા હોય તફાવત ? ચાઈનીઝ લસણ ખાઈને ન બગાડતા તબિયત
Chinese Garlic: શું તમે પણ ઘરે મોટી મોટી કળીવાળું અને સુંદર દેખાતું લસણ ખરીદો છો ? જો હા તો તમે તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી રહ્યા છો. કારણ કે તે ચાઈનીઝ લસણ હોય છે. લોકો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે શું તફાવત છે તે જાણતા નથી હોતા તેથી ભુલમાં ચાઈનીઝ લસણ ખરીદી લે છે. આજે તમને દેશી અને ચાઈનીઝ લસણ વચ્ચેનો તફાવત શું છે તે જણાવીએ.
લસણની સાઈઝ
જ્યારે પણ લસણ ખરીદો ત્યારે નાની ગાંઠનું લસણ ખરીદવું કારણ કે દેશી લસણ ચાઈનીઝ લસણ કરતાં નાની સાઈઝનું હોય છે.
લસણની કળી
દેશી લસણની કળી પણ થોડી પાતળી હોય છે જ્યારે ચાઈનીઝ લસણ મોટી કળીવાળું હોય છે. ચાઈનીઝ લસણ પર ડાઘ પણ હોય છે.
રંગનો તફાવત
ચાઈનીઝ લસણ સફેદ અને ચમકદાર હોય છે. દેશી લસણ ક્રીમ જેવું અને પીળાશવાળું હોય છે. દેશી લસણની કળી હાથ પર લગાવો તો હાથ ચીકણા થાય છે.
લસણની સુગંધ
લસણ ખરીદો ત્યારે તેને સુંઘો, દેશી લસણની સુગંધ તીવ્ર અને તીખી હોય છે. ચાઈનીઝ લસણમાં એટલી તીવ્ર સુગંધ હોતી નથી.
લસણની છાલ
ચાઈનીઝ લસણ છોલવામાં સરળ હોય છે. દેશી લસણની છાલ પાતળી અને કળી નાની હોય છે તેથી તેનું ફોતરું ઝડપથી ઉતરતું નથી.
Trending Photos