ગુજરાતના જાણીતા બિલ્ડર ડિજિટલ એરેસ્ટમાં ફસાયા! આ રીતે ગાંઠિયાઓએ 15 લાખનો ચુનો ચોપડ્યો!

ભાવનગર શહેરમાં બિલ્ડર તરીકેનો વ્યવસાય કરતા વેપારી મયુરભાઈ જીવરાજભાઈ પટેલને તારીખ 29 ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબરથી ફોન આવે છે, અને સામે વાળો વ્યક્તિ પોતે આઇપીએસ અધિકારી હોવાની ઓળખ આપે છે.

ગુજરાતના જાણીતા બિલ્ડર ડિજિટલ એરેસ્ટમાં ફસાયા! આ રીતે ગાંઠિયાઓએ 15 લાખનો ચુનો ચોપડ્યો!

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગરના બિલ્ડરને ડીઝીટલ અરેસ્ટ કરી ગાંઠિયાઓએ 15 લાખ પડાવી લીધા, આઇપીએસ તરીકેની ઓળખ આપી તમે મોકલાવેલા 5 પાર્સલ પૈકી એકમાં ડ્રગ નીકળ્યું છે, અને તમારું ધરપકડ વોરંટ નીકળશે તેમ જણાવી ધરપકડ ટાળવા ડિપોઝીટ પેટે 15 લાખ જમા કરાવ્યા હતા. વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેણે ભાવનગર સાયબર ક્રાઇમને ફરિયાદ કરી હતી, જેમાં અલગ અલગ ટિમો બનાવી સાયબર ક્રાઇમની ટીમે ત્રણ લોકોને ઝડપી લીધા છે, તેમજ આ ગુન્હામાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોય તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ભાવનગર શહેરમાં બિલ્ડર તરીકેનો વ્યવસાય કરતા વેપારી મયુરભાઈ જીવરાજભાઈ પટેલને તારીખ 29 ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબરથી ફોન આવે છે, અને સામે વાળો વ્યક્તિ પોતે આઇપીએસ અધિકારી હોવાની ઓળખ આપી એવું જણાવે છે, કે તમે મુંબઈથી નેપાળ મોકલાવેલા 5 પાર્સલ પૈકી એક પાર્સલમાં 5 પાસપોર્ટ, ત્રણ ક્રેડિટકાર્ડ, ચાર કિલો કપડાં, એક લેપટોપ અને 140 ગ્રામ MD ડ્રગ મળી આવ્યું છે, જે માટે તમારું ધરપકડ વોરંટ નીકળશે, તમારે આમાંથી બચવું હોય તો ડિપોઝીટ જમા કરાવવી પડશે, સામે વાળા વ્યક્તિએ પોતાનું નામ રાકેશ હોવાનું જણાવી પોલીસ સ્ટેશનના સેટઅપ ધરાવતા લોકેશન પર આઇપીએસ નો ડ્રેસ પહેરેલા કોઈ અધિકારી સાથે વાત કરાવી હતી. 

જેમાં વેપારીને ED, CBI, તેમજ IPS ની ઓળખ વાળા લેટરપેડ અને ડોક્યુમેન્ટ મોકલ્યા હતા અને ધરપકડ ટાળવા તમારે 15 લાખ જમા કરાવવા પડશે તેમ જણાવવામાં આવ્યું હતું, જેથી વેપારીએ જણાવ્યા મુજબ 15 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે ત્યાર બાદ બિલ્ડર મયુર પટેલ ને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની જાણ થતાં ભાવનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના પગલે અલગ અલગ ટિમો બનાવી સાયબર ક્રાઇમ વિભાગે ઘનિષ્ટ તપાસ શરૂ કરી હતી. 

ભાવનગર સાયબર ક્રાઇમની ટીમે વેપારીને મોકલવામાં આવેલા ડોક્યુમેન્ટ, લેટરપેડ અને મોબાઈલ સર્વેલન્સ તેમજ ટ્રાન્સફર કરાયેલ એકાઉન્ટ નમ્બર ચેક કરતા તે અન્ય રાજ્યમાંથી ઓપરેટ થતું હોવાની જાણ થઈ હતી, જેમાં પોલીસે પ્રથમ દાહોદ જિલ્લાના સંજેલી ગામે રહેતા ધનંજય મુકેશભાઈ પુરોહિત નામના શખ્સને ઉઠાવી લીધો હતો, જેની ઘનિષ્ઠ પૂછપરછ દરમ્યાન તેણે અલગ અલગ નંબરની આવી 19 જેટલી કિટો આપી હોવાની બાતમી મળી હતી. 

પૂછપરછ દરમ્યાન આણંદ જિલ્લાના જુનેદ વોરા નામના આરોપીનું ન ખુલતા સાયબર ક્રાઇમની ટીમે તેની પણ ધરપકડ કરી હતી, જેના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરતા ઉમરેઠના અલતાફહુસેન મહંમદ રફીક કુરેશીની સંડોવણી ખુલતા પોલીસે તેનો ઇન્દોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ કરી હતી. 

બિલ્ડર મયુર પટેલ પાસેથી 15 લાખ પડાવી લેવાના ગુન્હામાં ઝડપાયેલો અલતાફહુસેન કુરેશી ડીઝીટલ અરેસ્ટના અન્ય એક ગુન્હામાં જેલમાં હતો, જેમાં ઇન્દોર ની એક મહિલાને ડીઝીટલ અરેસ્ટ કરી 1.60 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા, જે કેસમાં ઇન્દોર પોલીસ દ્વારા અલતાફહુસેનની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ભાવનગર સાયબર ક્રાઇમને પૂછપરછ દરમ્યાન જે અંગે માહિતી મળતા ઇન્દોર જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી અલતાફહુસેનની ધરપકડ કરી હતી. 

સાયબર ક્રાઇમની ટીમે ભાવનગર ના બિલ્ડર પાસેથી પડાવી લેવામાં આવેલ 15 લાખ રૂપિયાનું શુ કર્યું, આ કેસમાં અન્ય કોણ કોણ સામેલ છે, જે બાબતે તપાસ હાથ ધરી છે, ત્યારે આગામી સમયમાં આ કેસમાં હજુપણ વધુ આરોપીઓ ઝડપાય તેવી પુરી શકયતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news