અમૂલે કિલો ફેટદીઠ દૂધના ભાવમાં આપ્યો 10 રૂપિયાનો વધારો, પશુપાલકોમાં ખુશી
અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને આશિર્વાદ સમાન કિલોફેટ દિઠ 10 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવેલ છે. છેલ્લા 60 દિવસમાં આ ચોથીવારનો ભાવ વધારો કરવાથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ઉનાળામાં પશુઓ ઓછું દૂધ આપતા હોય છે. ત્યારે પશુપાલકોને આ દુધમાં ભાવ વધારો સારા સમાચાર કહિ શકાય તેવો છે.
Trending Photos
લાલજી પાનસુરીયા/આણંદ: અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને આશિર્વાદ સમાન કિલોફેટ દિઠ 10 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવેલ છે. છેલ્લા 60 દિવસમાં આ ચોથીવારનો ભાવ વધારો કરવાથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ઉનાળામાં પશુઓ ઓછું દૂધ આપતા હોય છે. ત્યારે પશુપાલકોને આ દુધમાં ભાવ વધારો સારા સમાચાર કહિ શકાય તેવો છે.
છેલ્લા કેટલાક સમયથી કિલો ફેટ ભાવ 610 હતો. તે આજે 660 પર આવી ગયો છે. તે પ્રમાણે ભેંસના દુધના લીટર લીઠ ત્રણથી સાડા ત્રણ રૂપિયાનો અને ગાયનાદુધમાં લીટર દિઠ બે રૂપિયા પંદર પૌસાથી બે રૂપિયા સત્યાવીસ પૈસા જેટલા આ વર્ષે ભાવ વધારો મળ્યો છે.
અમૂલ દ્વારા દુધના ફેટદીઠ વધારવામાં આવતા ભાવને કારણે સમગ્ર ચરોતરના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમાન્ય રીતે ઉનાળામાં પશુઓ ઓછુ દૂધ આપતા હોય છે તેથી ઉનાળા દરમિયાન અમૂલ દ્વારા દૂધના ફેટદીઠ ભાવમાં વધારો કરવાથી પશુપાલકોની આવકમાં વધારો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે