અમદાવાદીઓ, તમારા પૈસે કોર્પોરેશનના 192 કોર્પોરેટર કાશ્મીર ફરવા જશે! 2 કરોડનો ધુમાડો કરશે

AMC Kashmir Tour : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રજા માટે ફ્લાવર-શોની ટિકિટ રૂ.25 સુધી મોંઘી કરી, બીજી તરફ 2 કરોડના ખર્ચે ભાજપના કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે... ક્યાં સુધી લૂંટાતી રહેશે પ્રજા 
 

અમદાવાદીઓ, તમારા પૈસે કોર્પોરેશનના 192 કોર્પોરેટર કાશ્મીર ફરવા જશે! 2 કરોડનો ધુમાડો કરશે

Ahmedabad News : કોઈ પણ કપલને પાડોશી રાજ્યમાં પણ ફરવા જવું હોય તો સૌથી પહેલા બજેટનો વિચાર કરવો પડે છે. માંડ રૂપિયા ભેગા થાય ત્યારે ફરવાનો પ્લાન બને છે. પરંતું અમદાવાદ મહાનગરપાલિકા પ્રજાના રૂપિયે કાઉન્સિલરોને ફરવા લઈ જવાનો પ્લાન બનાવ્યો છે. AMC પોતાના 192 કાઉન્સિલરોને જમ્મુ-કાશ્મીર ફરવા લઈ જશે. આ તમામ કોર્પોરેટરને ફરવા લઈ જવા માટે 2 કરોડનું બજેટ પાસ કરાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે, મહામહેનતે રૂપિયા કમાઈને લોકો ટેક્સ ભરે છે, અને આ ટેક્સનો ઉપયોગ લોકોની સુવિધાને બદલે કોર્પોરેટરને જલસા કરાવવા માટે થાય છે. 

AMCના કોર્પોરેટરો પ્રજાના પૈસે જલસા જ કરાવવા માંગે છે. એક તરફ, અમદાવાદમાં રસ્તાઓના ઠેકાણા નથી. અમદાવાદમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સુવિધાના નામે મીંડું છે. આવામાં AMC કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે. સ્ટડી ટૂરના નામે AMC પોતાના કોર્પોરેટરોને કાશ્મીર ફરવા લઈ જશે. આ કાશ્મીર પ્રવાસમાં કોંગ્રેસના કોર્પોરેટર પણ હશે.  

અમદાવાદ કોર્પોરેશનના કાઉન્સિલરો જમ્મુ કાશ્મીર જશે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના કાઉન્સિલરો કાશ્મીર સ્ટડી ટુર માટે લઈ જવાશે. 18 ડિસેમ્બરથી તબક્કાવાર તમામ કાઉન્સિલરો કાશ્મીર લઈ જવાનો પ્રયાસ છે. રાત્રિ અને 6 દિવસનો કાશ્મીરનો પ્રવાસ રહેશે. 30-30ના ગ્રૂપમાં જશે. આ તમામ ખર્ચ એએમસી ઉપાડશે. જેના માટે કુલ 2 કરોડનું બજેટ ફાળવાયું છે. 

સળગતા સવાલો
અમદાવાદના શાસકો પ્રજા માટે શું કરવા માંગે છે તે ખબર પડતી નથી. એક તરફ ફ્લાવર શોની ટિકિટના ભાવ વધારી દેવાયા છે. તો બીજી તરફ, પ્રજાના પૈસા કોર્પોરેટરને જલસા કરાવાશે. 

સ્ટેન્ડિંગનો નિર્ણય:પ્રજા માટે ફ્લાવર-શોની ટિકિટ રૂ.25 સુધી મોંઘી કરી, બીજી તરફ 2 કરોડના ખર્ચે ભાજપના કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે. એક તરફ લોકોને ગુજરાત મોડલના ઉદાહરણ આપવામાં આવે છે, તો બીજી તરફ 2 કરોડ ખર્ચી શ્રીનગરમાં કેવી રીતે કામ થાય છે તે કોર્પોરેટર શીખશે. શું હવે ગુજરાતમાં શ્રીનગરના મોડલ પર કામ થશે. બીજો સવાલ એ છે કે, જમ્મુ-કાશ્મીર માટે 2 કરોડનો ખર્ચો એટલે એક કોર્પોરેટરના કાશ્મીર ફરવાનો ખર્ચો 1 લાખની આસપાસ થાય છે. કોઈ કપલ પણ કાશ્મીર ફરવા જાય તો પણ માંડ 50 હજારનો ખર્ચો થાય છે. 50 હજારમાં કપલ ટુરના પેકેજ પણ અવેલેબલ છે, ત્યારે એક કોર્પોરેટરની પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચો કેટલો યોગ્ય કહેવાય.

કોંગ્રેસના આક્ષેપ
Amc દ્વારા કાઉન્સિલરોને કાશ્મીરમાં સ્ટડી ટુર કરાવવાના નિર્ણયનો મામલે કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું નિવેદનમાં જણાવ્યું કે, એક તરફ ટેક્સ ઉઘરાણી મામલે સીલિંગ કરાય છે, બીજી તરફ આવા તાયફા. આ બિનજરૂરી ખર્ચ કરવાની જરૂર નથી. આવા પ્રવાસના બદલે પ્રજાકીય કામોમાં ખર્ચ કરવો જોઈએ. કોંગ્રેસ કોર્પોરેટરો જશે કે નહીં એ મને ખબર નથી પણ તેઓ યોગ્ય નિર્ણય કરશે એવી આશા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news