એક, બે નહીં 3 હજાર આરોપીઓને પકડશે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, 38 ટીમો કામે લાગી, જાણો કેમ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ગુજરા તનાં અલગ અલગ શહેરોમાંથી તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી નાસતા ફરતા કુલ 50 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 

એક, બે નહીં 3 હજાર આરોપીઓને પકડશે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, 38 ટીમો કામે લાગી, જાણો કેમ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે લોકસભાની ચૂંટણીને લઈને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનામાં સામેલ 3 હજારથી વધુ આરોપીઓને પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. 

અમદાવાદ શહેર માં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં છેલા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપી ફરાર ફરી રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ગુજરા તનાં અલગ અલગ શહેરોમાંથી તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી નાસતા ફરતા કુલ 50 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 

ગુજરાત રાજ્ય અને આંતર રાજ્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ 38 ટીમો કામે લાગી છે. તેવામાં અત્યાર સુધીમાં ફરાર હોય તેવા 12 આરોપીઓના મોત થયા છે અને 16 જેટલા આરોપીઓ જેલમાં છે. પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓ તો છેલ્લા 34 વર્ષથી ફરાર હોવાનું સામે આવ્યું છે. 

ખાસ કરીને લોકસભાની ચુંટણી માં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે આ ઝુંબેશ હજુ પણ યથાવત રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news