લ્યો બોલો! દર્દીઓને ઉંદર બચકા ભરે અને તેને પકડવા તે અત્યાચાર? જીવદયા પ્રેમીએ ફટકારી નોટિસ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવાનો મામલે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. સત્તાધીશોને ઉંદરો પર અત્યાચાર કરો છો, શા માટે તમારા પર આઇપીસી કલમ 428,429 મુજબ કાર્યવાહી ન કરવી ? તેવા લખાણ સાથે નોટીસ ફટકારતા વિવાદ સર્જાયો છે.

લ્યો બોલો! દર્દીઓને ઉંદર બચકા ભરે અને તેને પકડવા તે અત્યાચાર? જીવદયા પ્રેમીએ ફટકારી નોટિસ

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ આ સિવિલ હોસ્પિટલ સુવિધાને બદલે અસુવિધાને લીધે વધુ વિવાદમાં રહે છે. સિક્યુરિટી, સિવિલની અંદર શ્વાન, મચ્છર-માકડ, મેડિકલમાં અપૂરતી દવાઓ સહિતના મુદ્દે સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવતી હોય છે. તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાંથી વિડિયો વાયરલ થયો હતો જેમાં ઉંદરનો ત્રાસ જોવા મળ્યા હતા. હવે સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવા મામલે અજીબોગરીબ ઘાટ સર્જાયો છે.

સિવિલસ હોસ્પિટલમાં દર્દીઓને ઉંદર બચકા ભરે અને તેને પકડવા તે અત્યાચાર?? આ ભઈ ક્યાંનો ન્યાય? સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવા મામલે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. જી હા...સત્તાધીશોને ઉંદરો પર અત્યાચાર કરો છો, શા માટે તમારા પર આઇપીસી કલમ 428, 429 મુજબ કાર્યવાહી ન કરવી? તેવા લખાણ સાથે નોટીસ ફટકારતા વિવાદ સર્જાયો છે. એનિમલ વેલ્ફેર બોર્ડના લેટરપેડ પર સિવિલ હોસ્પિટલને નોટીસ મળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. એનિમલ વેલ્ફેર બોર્ડના જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે સિવિલ હોસ્પિટલને નોટીસ ફટકારી છે. રાજ્યમાં બનેલ ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડમાં હોદ્દાની રુહે જિલ્લા કલેક્ટર તેના અધ્યક્ષ છે. એનિમલ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર પણ આ નોટીસથી અજાણ! જિલ્લા કલેક્ટરે હાલ સમગ્ર વિવાદ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.

ઉંદરના લીધે આખી રાત જાગવું પડે છે...
તમને જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ખૂબ જ ત્રાસ છે દર્દીઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે ઉંદર ક્યારેક ફ્રુટ ખાઈ જાય છે તો ક્યારેક દર્દીઓને બચકા ભરી લે છે રાત્રી દરમિયાન પાંચ થી છ ઉંદર જોવા મળતા હોય છે. આ અંગે હોસ્પિટલ સ્ટાફને પણ રજૂઆત કરી છે પરંતુ યોગ્ય નિરાકરણ આવતું ન હોવાથી રાત્રિના દર્દીનું ધ્યાન રાખવા માટે અમારે તેમની બાજુમાં રહીને જાગવું પડતું હોય છે.

એજન્સીને કામ સોંપાઈ ગયું છે...
સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ અંગે સિવિલ સુપ્રિટેન્ડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઉંદરના ત્રાસ અંગેની ફરિયાદ મને આવી છે. બે ત્રણ દર્દીઓને ઉંદરના લીધે હેરાનગતિ થઈ છે તે અંગેનું મને દુઃખ છે જેથી 16 ડિસેમ્બરના રોજ ઉંદર અને પેસ્ટ કન્ટ્રોલ માટેનો કોન્ટ્રાક્ટ સેન્ટ્રલ એજન્સીને અપાઈ ગયો છે પરંતુ સેન્ટ્રલ એજન્સી હજુ સુધી કામ કરવા માટે આવી નથી સેન્ટ્રલ એજન્સીને અનેક વખત રિપીટેડ રિમાઇન્ડર પણ આપવામાં આવ્યા છે પરંતુ તેમના તરફથી જવાબ આપવામાં આવ્યો નથી સેન્ટ્રલ એજન્સીને વારંવાર યાદી આપવા છતાં પણ વાયદાઓ મળ્યા રાખે છે. 

એજન્સી કામ ન કરે તો કોન્ટ્રાક્ટ રદ કરી શકાય...
રાજકોટ સિવિલમાં ઉંદરના ત્રાસ લીધે દર્દીઓને હેરાનગતિ થઈ રહી છે તે ખૂબ જ દુઃખદ વાત કહેવાય... સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસ અંગેની વ્યવસ્થા કરવાની જવાબદારી સિવિલ સુપ્રિટેન્ડની છે. ઉંદરના ત્રાસને લીધે દર્દીઓને જે હાલાકી પડી રહી છે તેનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવું જોઈએ. કોઈપણ એજન્સીને કોન્ટ્રાક આપીને કામ પૂરું થતું નથી કોઈપણ એજન્સી કામ કરે નહીં તો તેને પત્ર વ્યવહાર કે યાદી આપીને કામ ચલાવ ાઈ તેનો કોન્ટ્રાક્ટ જ રદ કરી નાખવો જોઈએ ઉપરાંત એજન્સી કામ કરતી નથી તો તે જોવાની જવાબદારી પદાધિકારીઓની પણ બને છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news