Coconut Oil: નાળિયેર તેલમાં આ પાવડર મિક્સ કરી લગાડો વાળમાં, હેર કલર વિના સફેદ વાળ કાળા થઈ જાશે

Coconut Oil And Amla Powder: જો તમે પણ સફેદ વાળને કાળા કરવા માટે નેચરલ રીત શોધી રહ્યા છો તો તમે બરાબર જગ્યાએ છો. આજે તમને બેસ્ટ વસ્તુ વિશે જણાવીએ. જો તમે માથામાં નાખવાના નાળિયેર તેલમાં 1 ચમચી આ પાવડર ઉમેરી દેશો તો કલર વિના વાળ કાળા થઈ જશે. આ વસ્તુને લાંબા સમય સુધી વાપરશો તો પણ વાળને નુકસાન નહીં થાય. 

Coconut Oil: નાળિયેર તેલમાં આ પાવડર મિક્સ કરી લગાડો વાળમાં, હેર કલર વિના સફેદ વાળ કાળા થઈ જાશે

Coconut Oil And Amla Powder: જેમ જેમ ઉંમર વધે તેમ વાળ સફેદ થાય તે સામાન્ય પ્રક્રિયા છે. જેમના વાળ સફેદ થતા હોય તેઓ વાળ કાળા કરવા માટે કેમિકલ હેરડાઈનો ઉપયોગ કરતા હોય છે. લાંબા સમય સુધી આવા કલરનો ઉપયોગ કરવાથી વાળમાં ડ્રાયનેસ વધે છે અને વાળના મૂળ નબળા પડે છે. આ સ્થિતિમાં વાળને કાળા કરવા માટે તમે નેચરલ પદ્ધતિ અપનાવો છો તો ફાયદો થાય છે. વાળને કાળા કરવા માટે આજે તમને સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય જણાવી દઈએ. 

આ ઉપાય એવો છે જેને અપનાવી લેશો તો વાળ રાત જેવા કાળા થઈ જશે. તેના માટે તમારે કોઈપણ પ્રકારના કલરનો ઉપયોગ પણ નહીં કરવો પડે. વાળને મૂળમાંથી કાળા કરવા માટે નાળિયેર તેલમાં બસ એક વસ્તુ ઉમેરવાની છે. આ વસ્તુ ઉમેરીને નાળિયેર તેલ વાળમાં લગાડી લેશો તો લાંબા સમય સુધી વાળ કાળા પણ રહેશે અને ધીરે ધીરે બધા જ સફેદ વાળ કાળા પણ થઈ જશે. 

નાળિયેર તેલથી વાળને થતા ફાયદા 

- નાળિયેર તેલ વાળ માટે ફાયદાકારક છે. તે વાળને અંદરથી પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવે છે. 

- નાળિયેર તેલમાં એન્ટિઓક્સિડન્ટ અને ફેટી એસિડ હોય છે જે સ્કેલ્પને હેલ્ધી રાખે છે. 

- નાળિયેર તેલ વાળને મોઈશ્ચુરાઈઝ કરે છે અને બેજાન વાળમાં ચમક વધારે છે. 

વાળને કાળા કરવા હોય તો નાળિયેર તેલમાં આમળાનો પાવડર મિક્સ કરવો જોઈએ. નાળિયેર તેલમાં આમળાનો પાવડર મિક્સ કરીને તેને વાળમાં લગાડશો તો એક નહીં અનેક ફાયદા થશે. જેમકે વાળ કાળા થશે, વાળનો ગ્રોથ વધશે, વાળની ડ્રાઇનેસ ઓછી થશે. 

કેવી રીતે બનાવવું વાળને કાળા કરતું તેલ ?

બે મોટી ચમચી નાળિયેર તેલ લેવું અને તેમાં એક ચમચી આમળાનો પાઉડર મિક્સ કરી દેવો. આ તેલને 5 મિનિટ ધીમા તાપે ઉકાળો. ત્યાર પછી ગેસ બંધ કરી દો. તેલ ઠંડુ થઈ જાય પછી તેને કપડાં વડે ગાળી લો અને કાચની બોટલમાં ભરી લો. જ્યારે પણ વાળમાં આ તેલ લગાડવું હોય તો તેને હુંફાળું ગરમ કરી લેવું અને પછી મૂળમાં હળવા હાથે મસાજ કરી લગાડવું. નિયમિત રીતે આ તેલનો ઉપયોગ કરશો તો વાળ મૂળમાંથી કાળા થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news