Heart attack : કયા વિટામિનની ઉણપથી આવે છે હાર્ટ એટેક ? આ છે બચવાના ઉપાય

Heart attack : આજકાલ અનહેલ્દી લાઈફસ્ટાઈલ અને જમવાની ખોટી આદતોને કારણે હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી ગયું છે. શું તમે જાણો છો કે, અમુક વિટામિનની ઉણપથી પણ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કયા વિટામિનની ઉણપ હાર્ટ એટેકનું કારણ બની શકે છે.  

1/6
image

Heart attack : આજકાલ અનહેલ્દી લાઈફસ્ટાઈલ અને જમવાની ખોટી આદતોને કારણે હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી ગયું છે. હ્યદય તરફ જતી નસો બ્લોક થવાના કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે. શું તમે જાણો છો કે, અમુક વિટામિનની ઉણપથી પણ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કયા વિટામિનની ઉણપ હાર્ટ એટેકનું કારણ બની શકે છે.  

2/6
image

વિટામિન D અને B12ની ઉણપના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. વિટામિન D હાડકા માટે જરૂરી માનવામાં આવે છે, પરંતુ તાજેતરમાં થયેલા રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે, વિટામિન D હાર્ટ માટે પણ ખૂબ જ જરૂરી છે.

3/6
image

વિટામિન Dની ઉણપથી હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે અને લાંબા સમય સુધી આ હાઈ બીપીની સમસ્યા રહેવાથી હાર્ટ એટેક આવી શકે છે. તો વિટામિન B12ની ઉણપના કારણે હૃદયના ધબકારા વધી જાય છે, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

4/6
image

હાર્ટ એટેકથી બચવા માટે વિટામિન D, વિટામિન B6, વિટામિન K, વિટામિન B12 અને વિટામિન B9 ખૂબ જ જરૂરી છે. આ વિટામિનની ઉણપથી હાર્ટ એટેક આવી શકે છે. હાર્ટ એટેકથી બચવા માટે ડાયટમાં આ વિટામિન્સ સામેલ કરો. 

5/6
image

હાર્ટ એટેકથી બચવા માટે હેલ્ધી ડાયટ લો, જ્યારે ફળોમાં દરરોજ 1 સફરજન, બ્લેકબેરી, સ્ટ્રોબેરી, બ્લુબેરી, નારંગી દ્રાક્ષ અને દાડમનું સેવન કરો. આ ફળોમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે હાર્ટ પેશન્ટ છો તો કંઈપણ ખાતા પહેલા તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.

6/6
image

નોંધ - આ સમાચાર ફક્ત જાણકારીના હેતુથી લખવામાં આવ્યા છે. તમારા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માટે કોઈ ઉપચાર અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.