અમરનાથ દુર્ઘટનામાં જામનગરનું દંપતી ફસાયુ, પરિવારજનોએ સંપર્ક કર્યો તો શ્વાસ અધ્ધર, પછી....
અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની જ્યારે ઘટના બની ત્યારે જામનગરના કેટલાક શ્રદ્ધાળુઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. જેમાં જામનગરનું એક દંપતિ પણ ત્યાં અટવાયું હતું.
Trending Photos
જામનગર: ભગવાન અમરનાથ યાત્રામાં સેંકડો ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે પ્રયાણ કર્યું હતું. આ દરમિયાન સમી સાંજે વાદળ ફાટતાં યાત્રાળુઓએ અધવચ્ચે જ ફરજિયાત રાત્રી રોકાણ કરવું પડ્યું હતું. જેમાં જામનગરના શ્રદ્ધાળુઓ પણ છે. આભ ફાટવાની ઘટનામાં જામનગરનું એક દંપતી ફસાયું હોવાની માહિતી મળી હતી. જેમનું નામ દિપક વિઠલાણી અને જાગૃતિબેન વિઠલાણી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, રાહતની વાત એ છે કે, તેઓ અમરનાથ ગુફાથી 3 કિમીના અંતરે આશ્રય મેળવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની જ્યારે ઘટના બની ત્યારે જામનગરના કેટલાક શ્રદ્ધાળુઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. જેમાં જામનગરનું એક દંપતિ પણ ત્યાં અટવાયું હતું. આ ઘટનાની માહિતી વાયુવેગે મીડિયામાં ફેલાતા તેમના પરિવારજનોએ સંપર્ક કરતા તેઓનો સંપર્ત થઈ શક્યો નહોતો, પરંતુ પાછળથી તેમનો સંપૂર્ણ થયો હતો અને તેઓ સુરક્ષિત હોવાની માહિતી આપી હતી. દિપક વિઠલાણી અને જાગૃતિ બેન સાથે વાતચીત થયા બાદ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમરનાથ દુર્ઘટનામાં જામનગરનું દંપતી ફસાયુ, પરિવારજનોએ સંપર્ક કર્યો તો શ્વાસ અધ્ધર, પછી.... #AmarnathYatra #AmarnathCloudburst #AmarnathCaveCloudBurst #AmarnathYatra2022 pic.twitter.com/ikMqTeeoIr
— Zee 24 Kalak (@Zee24Kalak) July 9, 2022
જામનગરના આ દંપતી હાલ અમરનાથની ગુફાથી ત્રણ કિ.મી દુર એક કેમ્પમાં આશ્રય સ્થાન મેળવ્યું છે. આ અંગે દીપકભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું કે, તેઓ શુક્રવાર સવારે બાલતાલ બેઝ કેમ્પથી બાબા અમરનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતાં. જ્યારે તેઓ સાંજે 5 વાગ્યાની આસપાસ સંગમ ઘાટી નજીક પહોંચ્યા ત્યાંજ વાદળ ફાટયું હોવાના સમાચાર મળતાં યાત્રા ત્યાં જ રોકી દેવામાં આવી હતી. અમને સંગમ ઘાટી પાસે જ બધા યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતાના નહોતા. આથી અમે રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કર્યું છે.
જામનગરના આ દંપતીએ ઉમેર્યું હતું કે, અહીં જામનગરના લગભગ 20 જેટલા યાત્રાળુઓ પણ આ સમયે યાત્રામાં અટવાયેલા હોવાનું તેમણે ઉમેર્યું હતું. તમને જણાવી દઈએ કે, દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે