રાજ્યમાં કોરોના વાયરસના વધુ 5 કેસ નોંધાયા, કુલ આંકડો 87 પર પહોંચ્યો
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા 87 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. કુલ નવા 5 કેસ નોંધાતા રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 87 પર પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગુજરાતમાં વધુ પાંચ કેસ નોંધાયા છે. જેમાં બે કેસ પોરબંદર, બે સુરત અને એક કેસ પંચમહાલમાં નોંધાયો છે. પંચમહાલમાં કોરોના પોઝિટિવનો પ્રથમ મામલો સામે આવ્યો છે. તો કોરોનાને કારણે રાજ્યમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.
રાજ્યમાં કઈ જગ્યાએ કોરોના વાયરસના કેટલા કેસ
અમદાવાદ - 31 કેસ, 4 રિકવર, 3ના મોત
વડોદરા - 9 કેસ, 1 રિકવર
સુરત - 12 કેસ, 1 મોત, 1 રિકવર
રાજકોટ - 10 કેસ
ગાંધીનગર - 11 કેસ
ભાવનગર - 6 કેસ, 2 મોત
પોરબંદર - 3
કચ્છ-મહેસાણા-પંચમહાલ 1-1-1 કેસ
ગીર-સોમનાથ - 2 કેસ
રાજ્યમાં આજે નોંધાયા નવા 13 કેસ
સવારે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી ત્યારે 8 નવા કેસ નોંધાયાની વાત કરી હતી. આ તમામ કેસ અમદાવાદના હતા. ત્યારબાદ સાંજે પત્રકાર પરિષદમાં વધુ 5 નવા કેસ નોંધાયાની માહિતી આપી છે. આમ આજે રાજ્યમાં કુલ 13 નવા કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
આજે કુલ 95 સેમ્પલ લેવાયા
આરોગ્ય સચિવે માહિતી આપતા કહ્યું કે, આજે નવા 95 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 18નો રિપોર્ટ પેન્ડિંગ છે. તો અમદાવાદમાં એક 57 વર્ષીય મહિલા કોરોનાથી રિકવર પણ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે