VIDEO : તેઝાબને થયા 31 વર્ષ, માધુરી દીક્ષિતે ફરી કર્યો ધમાકેદાર '1 2 3...'નો ડાન્સ

બોલિવૂડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit)નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

VIDEO : તેઝાબને થયા 31 વર્ષ, માધુરી દીક્ષિતે ફરી કર્યો ધમાકેદાર '1 2 3...'નો ડાન્સ

નવી દિલ્હી : બોલિવૂડમાં ધકધક ગર્લ નામથી વિખ્યાત એક્ટ્રેસ માધુરી દીક્ષિત (Madhuri Dixit)નો ચાહકવર્ગ બહુ મોટો છે. લોકો હંમેશા તેની નવી પોસ્ટની રાહ જુએ છે. હાલમાં માધુરીએ એક નવો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર નાખ્યો છે જે લોકોને બહુ પસંદ પડી રહ્યો છે. આ પોસ્ટમાં માધુરી તેના સુપરહીટ ગીત  '1 2 3...' પર ડાન્સ કરી રહી છે. 

હકીકતમાં માધુરી અને અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ તેઝાબને 31 વર્ષ થઈ ગયા છે અને આ વાતને માધુરીએ પોતાની સ્ટાઇલમાં સેલિબ્રેટ કરી છે. તેણે પોતાના જ હિટ ગીત  '1 2 3...' પર જબરદસ્ત ડાન્સ કરીને ચાહકોને મોટી સરપ્રાઇઝ આપી છે. જુઓ આ વીડિયો...

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

આ વીડિયોમાં માધુરી દીક્ષિત નેને (Madhuri Dixit) બ્લેક રંગના આઉટફિમાં દેખાય છે અને તેણે ગજબના એક્સપ્રેશન આપ્યા છે. માધુરીના આ વીડિયોની ચાહકો જબરદસ્ત પ્રસંશા કી રહ્યા છે. આ વીડિયોને માધુરીએ કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું છે કે આ ગીત મારા માટે બહુ ખાસ છે અને આજે હું તેઝાબના 31 વર્ષ પુરા થવાની સિદ્ધિનું સેલિબ્રેશન કરી રહી છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news