મહારાષ્ટ્રમાં સત્તાથી દૂર રહેવાનો દાવ ભાજપ માટે 'માસ્ટરસ્ટ્રોક' સાબિત થશે? ક્લિક કરીને જાણો

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. જે ગઠબંધનને સરકાર બનાવવા માટે જનમત મળ્યો તે ચૂંટણીના પરિણામો બાદ છૂટા પડી ગયાં. રાજ્યમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આમંત્રણ બાદ પણ ભાજપે સરકાર બનાવવાની ચોખ્ખી ના પાડી દીધી. હવે દરેકને એ વિચાર આવે તે સ્વાભાવિક છે કે આખરે ભાજપે આ રીતે ના કેમ પાડી દીધી?

મહારાષ્ટ્રમાં સત્તાથી દૂર રહેવાનો દાવ ભાજપ માટે 'માસ્ટરસ્ટ્રોક' સાબિત થશે? ક્લિક કરીને જાણો

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. જે ગઠબંધનને સરકાર બનાવવા માટે જનમત મળ્યો તે ચૂંટણીના પરિણામો બાદ છૂટા પડી ગયાં. રાજ્યમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આમંત્રણ બાદ પણ ભાજપે સરકાર બનાવવાની ચોખ્ખી ના પાડી દીધી. હવે દરેકને એ વિચાર આવે તે સ્વાભાવિક છે કે આખરે ભાજપે આ રીતે ના કેમ પાડી દીધી? જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર બનાવવાની ના પાડવી એ ભાજપની રણનીતિનો જ એક ભાગ ગણવામાં આવી રહ્યો છે. કારણ કે આમ કરતા પહેલા ભાજપની અનેક બેઠકો થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષા બંગલામાં ફરી થયેલી કોર કમિટીની બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ થયા હતાં. ત્યારબાદ નિર્ણય લેવાયો હતો કે ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે નહીં. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાજપના નેતાએ જણાવ્યું કે પાર્ટી કોઈ રાજ્યમાં સરકાર બનાવવાની તક આમ તો જલદી છોડતી નથી પરંતુ મહારાષ્ટ્રમાં પીછે હટ કરી રહ્યાં છીએ. તેની પાછળ દૂરની સોચ છે જે જલદી સામે આવશે. 

ગઠબંધન છોડવાનો ધબ્બો શિવસેનાને લાગ્યો
વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડનારા શિવસેના અને ભાજપને સરકાર બનાવવા માટે લોકોએ મત આપ્યા હતાં. પરંતુ ચૂંટણી પરિણામો આવ્યાં  બાદ શિવસેના અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રીની માગણી પર અડી ગઈ જેના પર ભાજપ રાજી ન થયો. નિમંત્રણ મળ્યા બાદ પણ ભાજપે સરકાર બનાવવાનો પ્રસ્તાવ ન સ્વીકાર્યો. ત્યારબાદ રાજ્યપાલે શિવસેનાને સરકાર બનાવવા માટે બોલાવી. 

શિવસેનાએ રાજ્યપાલનું આમંત્રણ તો સ્વીકારી લીધુ પરંતુ કોંગ્રેસે છેલ્લી ઘડીએ ગુગલી ફેકતા શિવસેના ક્લીન બોલ્ડ થઈ ગઈ. સરકાર બનાવવાની લાલચમાં શિવસેનાએ એનડીએ સાથે છેડો પણ ફાડ્યો અને પાર્ટીના કોટામાંથી કેન્દ્ર સરકારમાં મંત્રી બનેલા અરવિંદ સાવંતે રાજીનામું પણ આપી દીધુ. હવે આ ગઠબંધન તોડવાનો ઠપ્પો શિવસેના પર લાગશે. ભાજપ આ કલંકથી બચવા માંગતો હતો. હવે તે સમગ્ર રાજ્યમાં આ અંગેનો પ્રચાર કરશે. આ અગાઉ પણ વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ પર શિવસેના સાથે વર્ષો જૂની યુતિ તોડવાનો આરોપ લાગ્યો હતો. 

જુઓ LIVE TV

શિવસેનાને ટેકો આપતા કેમ ખચકાય છે કોંગ્રેસ?
જો શિવસેના ભાજપની જગ્યાએ કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવે તો તે મેળ વગરનું ગઠબંધન કહેવાશે. ભાજપ આ બાબતે ત્રણેય પક્ષોને મુદ્દો બનાવીને ઘેરશે. ભાજપ કલમ 370 રદ કરવાને, ત્રિપલ તલાક અને દેશમાં સમાન નાગરિક સંહિતા જેવા મુદ્દાઓ પર શિવસેના પાસે જવાબ માંગશે. 

કર્ણાટકનો બોધપાઠ
મહારાષ્ટરમાં સરકાર ન બનાવવા પાછળ ભાજપે કર્ણાટકમાંથી જે બોધપાઠ મેળવ્યો તે ગણવામાં આવે છે. કારણ કે જે રીતે કર્ણાટકમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ-જેડીએસ ભેગા થયા હતાં એ જ રીતે મહારાષ્ટ્રમાં ભાજપને રોકવા માટે શિવસેના-એનસીપી અને કોંગ્રેસ ભેગા થયા છે. જેને જોતા ભાજપે સરકાર ન બનાવવામાં જ શાણપણ સમજ્યું. 

શિવસેનાની પોલ ખુલી
શિવસેનાના અડીયલ વલણના કારણે સત્તાથી દૂર થયેલા ભાજપે હવે જનતા વચ્ચે જવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભાજપના એક નેતાએ જણાવ્યું કે અમે જનતા વચ્ચે જઈને લોકોને જણાવીશુ કે કઈ રીતે શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. આ સાથે જ સમજાવીશું કે સત્તામાં ભાગીદારી રહ્યાં તે સમયે શિવસેનાએ  કઈ રીતે વિકાસ કાર્યોમાં અડિંગો જમાવ્યો. આરે કારશેડ અને નાણાર પ્રોજેક્ટ પર શિવસેનાના વલણની પોલ ખોલવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news