કિયારા-કાર્તિકની 'Satyaprem Ki Katha' એ ચોથા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, કરી છપ્પરફાડ કમાણી!

Satyaprem Ki Kathaનું ચોથા દિવસનું કલેક્શન સામે આવી ગયું છે. આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કર્યું છે. ચોથા દિવસનું કલેક્શન પણ છેલ્લા ત્રણ દિવસમાં સૌથી વધુ છે.

કિયારા-કાર્તિકની 'Satyaprem Ki Katha' એ ચોથા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, કરી છપ્પરફાડ કમાણી!

Satyaprem Ki Katha BO Day 4: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' એ ચોથા દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ચોથા દિવસે ફિલ્મના કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન છેલ્લા ત્રણ દિવસમાં સૌથી વધુ છે.

રવિવારનુ કલેક્શન
શનિવારે કાર્તિક અને કિયારા અડવાણીની ફિલ્મના કલેક્શનમાં 44.29%ની વૃદ્ધિ જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 10 કરોડ 10 લાખનો બિઝનેસ કર્યો હતો. બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે ચોથા દિવસે લગભગ 60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જે પાછલા દિવસોના કલેક્શનમાં સૌથી વધુ છે.

No description available.

ટોટલ કલેક્શન
આ રીતે અત્યાર સુધીના કલેક્શન પર નજર કરીએ તો 'સત્યપ્રેમ કી કથા'એ ગુરુવારે 9.25 કરોડ, શુક્રવારે 7 કરોડ, શનિવારે 10 કરોડ 10 લાખ અને રવિવારે લગભગ 12 કરોડનું કલેક્શન કર્યું છે. એટલે કે કુલ મળીને આ ફિલ્મે અત્યાર સુધીમાં 38.35 કરોડનું કલેક્શન કર્યું છે.

સ્ટેન્ડિંગ ઓવેશન 
ફિલ્મને મળી રહેલા જબરદસ્ત રિસ્પોન્સ બાદ કિયારા અડવાણી અને કાર્તિક આર્યન તાજેતરમાં જ થિયેટર પહોંચ્યા હતા. આ બંને સ્ટાર્સને થિયેટરમાં જોઈને ફેન્સ ખુશીથી ઝુમી ઉઠ્યા ઉભા થઈને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ફેન્સનો આ રીસ્પોન્સ જોઈને કિયારા-કાર્તિક પણ ખુશ થયા અને તેમના પ્રેમ માટે આભાર માન્યો.

આ પણ વાંચો:
મેઘરાજા ગુજરાતને ઘમરોળવા માટે ફરી તૈયાર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
Dhan Labh: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ છોડ, જેમ વધશે છોડ તેમ ઘરમાં વધશે રૂપિયા
Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news