AMC ગાર્ડનમાં મહિલાની જાહેરમાં હત્યા, ત્યારબાદ આરોપીએ સાબરમતી નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત

અમદાવાદ શહેરમાં નમસ્તે સર્કલ સામે આવેલા મહાનગર પાલિકાના ગાર્ડનમાં એક મહિલાની હત્યા કરી દેવામાં આવી છે. ગાર્ડનમાં ધોળા દિવસે મહિલાની હત્યા થઈ છે. મહિલાની હત્યા કરનાર આરોપીએ પણ આપઘાત કરી લીધો છે.

AMC ગાર્ડનમાં મહિલાની જાહેરમાં હત્યા, ત્યારબાદ આરોપીએ સાબરમતી નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત

ઉદય રંજન, અમદાવાદઃ  અમદાવાદમાં ગુનેગારો પોલીસના ડર વગર ફરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં નાની-મોટી ગુનાઓની ઘટનાઓ સતત બનતી રહે છે. હવે અમદાવાદ શહેરમાં આવેલા નમસ્તે સર્કસની સામે કોર્પોરેશનના ગાર્ડનમાં હત્યાનો બનાવ બન્યો છે. ગાર્ડનમાં ધોળા દિવસે એક મહિલાની હત્યા કરવામાં આવી છે. કૌશિક મકવાણા નામના યુવકે મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા કરી આરોપીએ પણ આત્મહત્યા કરી લીધી છે. 

જાહેરમાં થઈ હત્યા
અમદાવાદના માધુપુરા પોલીસે સ્ટેશન વિસ્તારના નમસ્તે સર્કલ સામેના એએમસી ગાર્ડનમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મંગળવારની સમી સાંજે ગાર્ડનમાં જાહેરના 10થી વધુ છરીના ઘા મારી ક્રિષ્ના મારવાડી નામની પરિણીતાની હત્યા કરી દેવામાં આવી છે. સામે આવેલી વિગત અનુસાર કૌશિક મકવાણા નામના યુવકે મહિલાની હત્યા કરી હતી. 

ગાર્ડનમાં મહિલાની હત્યા કરી કૌશિક મકવાણા ભાગી ગયો હતો. આરોપી ફરાર થઈ રિવરફ્રન્ટ પહોંચ્યો હતો. ત્યાં તેણે સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. પોલીસે આ બંને ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક પરિણીતા ક્રિષ્ના મારવાડી amc ગાર્ડન નજીક આવેલ ભોગીલાલની ચાલીમાં પોતાના પરિવારે સાથે રહે છે અને હત્યા સમયે પોતાનો 6 વર્ષનો દીકરો પણ સાથે હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news