બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
Mamta Kulkarni: મહાકુંભમાં આ વખતે અનેક સાધ્વીઓ અને સાધુઓ અલગ-અલગ કારણોસર પ્રખ્યાત થઈ રહ્યા છે. આ દરમિયાન પ્રખ્યાત અભિનેત્રી મમતા કુલકર્ણી પણ સાધ્વી બની ગઈ છે. આજે તેમને મહામંડલેશ્વર પણ બનાવવામાં આવશે. મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર બનવાની સમગ્ર પરંપરા કિન્નર અખાડામાં ચાલશે.
Trending Photos
Mamta Kulkarni: મહાકુંભમાં આ વખતે અનેક સાધ્વીઓ અને સાધુઓ અલગ-અલગ કારણોસર પ્રખ્યાત થઈ રહ્યા છે. આ દરમિયાન પોતાને સાધ્વી ગણાવતી પ્રખ્યાત અભિનેત્રી મમતા કુલકર્ણી હવે મહામંડલેશ્વર બનવા જઈ રહી છે. આજે સાંજે તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવશે. આ સાથે તેનું નામ પણ બદલાશે. મહામંડલેશ્વર બનવાની સાથે જ મમતા કુલકર્ણી મમતા નંદ ગિરી તરીકે ઓળખાશે.
મહાકુંભ મેળામાં શુક્રવારે સાજે મમતા કુલકર્ણી પહોંચી હતી. આ દરમિયાન મમતા કુલકર્ણી પણ ભગવા કપડામાં જોવા મળી હતી. હાલ સ્વામી મહેશાદ્રાનંદ ગિરીને ત્યાં રોકાઈ છે. આ દરમિયાન તેઓ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે મુલાકાત કરી છે. તેમની સાથે જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગીરી પણ હાજર હતા. મમતા કુલકર્ણીએ આચાર્ય મહામુદલેશ્વર સાથે મહાકુંભ વિશે વાત કરી હતી. તેમણે મહાકુંભ મેળાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વ્યવસ્થા ખૂબ સારી છે. તેમણે અખાડાઓમાં જઈને સંતોના આશીર્વાદ પણ લીધા હતા. અભિનેત્રીએ ગંગામાં સ્નાન કર્યું હતું.
12 વર્ષ સુધી અજ્ઞાત જીવન જીવ્યા બાદ પરત ફરી
મમતા કુલકર્ણીની ગણતરી 90ના દાયકાની સૌથી હોટ અભિનેત્રીઓમાં થાય છે. લગભગ 12 વર્ષ સુધી અજ્ઞાત જીવન જીવ્યા બાદ જ્યારે તેણી ફરી જોવા મળી તો ખબર પડી કે તે સાધ્વી બની ગઈ છે અને ધાર્મિક જીવન જીવી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેમણે મેક-અપ કરવાનું પણ બંધ કરી દીધું હતું. પછી તેમણે એ પણ કહ્યું કે, હવે તે આધ્યાત્મિકતાની દુનિયામાં પોતાને સ્થાપિત કરવા માંગે છે. હવે તે સાધુઓની ભાષા પણ બોલે છે. તેમના મતે તેમનો જન્મ ભગવાન માટે થયો હતો.
એકવાર જ્યારે તેને ફિલ્મોમાં પ્રવેશ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે એમ પણ કહ્યું કે, શું ઘી ફરીથી દૂધમાં ફેરવી શકાય? તેમણે કહ્યું હતું કે, તેમનો અસલી હીરો હવે શાહરૂખ, સલમાન અને આમિર નથી પરંતુ પર પિતા પરમેશ્વર છે જે તમામ ધર્મોના ભગવાન છે.
આધ્યાત્મિક પુસ્તક ઓટોબાયોગ્રાફી 'ઓફ એન યોગિની' અનુસાર તેની અજ્ઞાતવાસ દરમિયાન મમતા કુલકર્ણીએ 12 વર્ષ સુધી ક્યારેય મેક-અપ નથી કર્યો અને ક્યારેય બ્યુટી પાર્લર પણ નથી ગઈ. આ સમયગાળા દરમિયાન ક્યારેય કોઈ ફિલ્મ જોઈ નથી અને અરીસામાં ક્યારેય મારો ચહેરો જોયો નથી. મમતાએ ક્યારેય નથી જણાવ્યું કે, તેમણે અચાનક બોલિવૂડ કેમ છોડી દીધું. જ્યારે તેણી અજ્ઞાતવાસમાં રહી, ત્યારે પરિવારને પણ ખબર ન હતી કે તેણી ક્યાં છે અને શું કરી રહી છે. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, આધ્યાત્મિક જગતમાં પ્રવેશવા માટે આ બધું કરવું જરૂરી હતું, જેથી સેલિબ્રિટી મમતાનો નાશ થઈ શકે અને નવી મમતાનો ઉદય થઈ શકે. તે પોતાનો મોટાભાગનો સમય આધ્યાત્મિકતા માટે ફાળવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે