મુસાફરોની સુવિધા માટે વધુ એક કદમ! અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ વચ્ચે વધુ એક સ્પેશિયલ ટ્રેન

રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ને ધ્યાનમાં રાખીને,અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) વચ્ચે ખાસ ભાડા પર વધુ એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નં. 01004/01003 અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સ્પેશિયલ..

મુસાફરોની સુવિધા માટે વધુ એક કદમ! અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ વચ્ચે વધુ એક સ્પેશિયલ ટ્રેન

ઝી બ્યુરો/અમદાવાદ: ટ્રેન નંબર 01004 અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2025 (સોમવાર) ના રોજ અમદાવાદથી 04.00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:30 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01003 લોકમાન્ય તિલક ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ લોકમાન્ય તિલક ટર્મિનસથી 00:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.20 વાગ્યે અમદાવાદ પહોંચશે.

રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ને ધ્યાનમાં રાખીને,અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) વચ્ચે ખાસ ભાડા પર વધુ એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નં. 01004/01003 અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સ્પેશિયલ (બે ટ્રિપ).

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન વડોદરા, ઉધના, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ અને થાણે સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 01004 ની બુકિંગ 25 જાન્યુઆરી 2025 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news