'તને નકામી પાસ કરી' તેવું કહેતા વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું! ગુજરાતમાં આજે બે મોટી ઘટના
ગુજરાતની શાળાઓમાં આ શું થઈ રહ્યું છે? જે વિદ્યાર્થીઓ શાળાને મંદિર સમજી ત્યાં જીવન ઘડતરના પાઠ ભણવા માટે આવે છે ત્યાં વિદ્યાર્થીઓને મોત મળી રહ્યું છે? સુરતમાંથી સામે આવેલી એક ઘટનાથી હાહાકાર મચી ગયો છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: વિદ્યાર્થી શાળામાં જીવન ઘડતરના પાઠ શિખવા માટે જાય છે. શાળાનું વિદ્યાનું મંદિર કહેવાય છે અને શિક્ષકને ભગવાનનું રૂમ માનવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં કેટલીક એવી શાળાઓ પણ છે જ્યાં વિદ્યાર્થીને એટલું ટોર્ચર કરવામાં આવ્યું કે તેણે મોતને વ્હાલુ કરી નાંખ્યું. કઈ શાળાના વિદ્યાર્થીએ કર્યો આપઘાત? સરકારે શું લીધા એક્શન?
સુરતની આદર્શ સ્કૂલમાં વિદ્યાર્થિનીનો આપઘાત
કચ્છમાં આચાર્યના ત્રાસથી વિદ્યાર્થિનીનો આપઘાત
સુરતમાં ફીના ટોર્ચરથી કંટાળી હતી વિદ્યાર્થિની
કચ્છમાં માનસિક ત્રાસ આપતા હતા પ્રિન્સિપાલ
ગુજરાતની શાળાઓમાં આ શું થઈ રહ્યું છે? જે વિદ્યાર્થીઓ શાળાને મંદિર સમજી ત્યાં જીવન ઘડતરના પાઠ ભણવા માટે આવે છે ત્યાં વિદ્યાર્થીઓને મોત મળી રહ્યું છે? સુરતમાંથી સામે આવેલી એક ઘટનાથી હાહાકાર મચી ગયો છે. ગોડાદરામાં આવેલી આદર્શ સ્કૂલની વિદ્યાર્થિનીએ ફીના ટોર્ચરથી જીવનનો અંત લાવી દીધો. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને નોટિસ મોકલીને ખુલાસો માંગ્યો છે. તો આપઘાતના કેસમાં પાંચ સભ્યોની તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહીની વાત જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી છે.
તો કચ્છના રાપરમાં આવેલી ભીમાસર ગામની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. 15 વર્ષની વિશ્વા પરમારે આપઘાત કર્યો અને જે સુસાઈડ નોટ લખી તેમાં શાળાના આચાર્યના ત્રાસથી મોતને વ્હાલુ કર્યું હોવાની વાત કરી છે. સુસાઈડ નોટમાં આ વિદ્યાર્થિનીએ લખ્યું છે કે આચાર્ય જિજ્ઞાસા ચૌધરીએ સતત માનસિક ત્રાસ આપતા હતા. આ નોટના આધારે પોલીસે આચાર્ય સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. વિધાર્થીનીની નોટબુકમાંથી સ્યુસાઇડ મળી હતી. જેમાં તેણે 'તને નકામી પાસ કરી' તેવું કહીને વિધાર્થીને આચાર્ય માનસિક ત્રાસ આપતા હતા. પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થિનીએ કેમ કર્યું મોતને વ્હાલુ?
15 વર્ષની વિશ્વા પરમારે આપઘાત કર્યો
સુસાઈડ નોટમાં શાળાના આચાર્યના ત્રાસની કરી વાત
આચાર્ય જિજ્ઞાસા ચૌધરીએ માનસિક ત્રાસ આપતા હોવાની વાત
ગુજરાતમાં બનેલી આ બન્ને ઘટનાઓથી વાલીઓ સ્તબ્ધ છે. કારણ કે એક તરફ ખાનગી શાળાઓની મોઘીદાટ ફી અને સરકારી શાળાઓનું કથળેલું શિક્ષણ. આ બન્નેમાં મધ્યમ વર્ગનો વાલી પિસાઈ રહ્યો છે..પોતાના સંતાનને નતો સારુ શિક્ષણ આપી શક્તો. અને આપવા જાય છે તો ફી ભરી નથી શક્તો જેના કારણે વારંવાર ટોર્ચરને કારણે પોતાના સંતાનને ગુમાવવાનો વારો આવે છે. મોટા મોટા દાવા કરતી સરકારે આવી શાળાઓ સામે કાર્યવાહી અને મોંઘાદાટ શિક્ષણને રોકવું જ પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે