Coronavirus ધારણા કરતા પણ વધારે ખતરનાક, અમિતાભે કર્યો મોટો ખુલાસો
ચીનમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસ (Coronavirus) આખી દુનિયામાં આતંક ફેલાવી રહ્યો છે. આ વાયરસ વિશે જાતજાતના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેના કારણે અનેક નવી માહિતી મળી રહી છે.
Trending Photos
નવી દિલ્હી : ચીનમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસ (Coronavirus) આખી દુનિયામાં આતંક ફેલાવી રહ્યો છે. આ વાયરસ વિશે જાતજાતના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેના કારણે અનેક નવી માહિતી મળી રહી છે. હાલમાં ચીનના નિષ્ણાંતોને માહિતી મળી છે કે કોરોના વાયરસ માનવ મળમાં અનેક અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચને (Amitabh Bachachan) કોરોના વાયરસ સાથે જોડાયેલું આ તથ્ય જાહેર કરીને નાગરિકોને આ વાયરસ તરફ સાવચેતી રાખવાનું કહ્યું છે. તેમણે આ વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેયર કર્યો છે.
અમિતાભ બચ્ચન (Amitabh Bachachan) દ્વારા પોતાના ટ્વિટર પર વીડિયો શેયર કરવામાં આવ્યો છે જેમાં તેમણે માહિતી આપી છે કે કોરોના વાયરસ માનવમળમાં અઅઠવાડિયાઓ સુધી જીવતા રહી શકે છે અને માખી દ્વારા ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કોરોના સામે લડાઈ જીતવી જરૂરી છે. આમ, વ્યક્તિ જ્યારે સાજી થઈ જાય ત્યારે પણ તેના મળમાં રહેલા કોરોના વાયરસ જીવંત રહીને ફેલાઈ શકે છે. આમ, કોરોના વાયરસથી બચવા માટે ખાસ જનઆંદોલન ચાલવું જોઈએ.
અમિતાભ દ્વારા કોરોના વાયરસને રોકવા માટે કરવામાં આવેલા સૂચનો
1. શૌચાલયનો જ ઉપયોગ કરો. ખુલ્લામાં શૌચ ન કરો.
2. બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો.
3. દિવસમાં અનેકવાર 20 સેકંડ સુધી હાથને સાબુથી ધુઓ અને હાથથી આંખ, નાક અને મોંને સ્પર્શ ન કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે