અનુપમ ખેરના પરિવારમાં પણ કોરોના, માતા અને ભાઈ સહિત 4 લોકો પોઝિટિવ
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અભિનેતા અનુપમ ખેરના માતા અને ભાઈ સહિત પરિવારના 4 લોકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અનુપમ ખેરે રવિવારે સવારે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.
Trending Photos
મુંબઈઃ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અનુપમ ખેરના માતા અને ભાઈ સહિત પરિવારના ચાર લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અનુપમ ખેરે રવિવારે સવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
અનુપમે વીડિયોમાં જણાવ્યું કે, કેટલાક દિવસથી તેમના માતા દુલારીની તબીયત ખરાબ હતી. તેમને કેટલાક દિવસથી ભૂખ લાગી રહી નથી. ડોક્ટરોની સલાહ પર તેમણે પોતાના માતાનો બ્લડ ટેસ્ટ કરાવ્યો, જેમાં બધુ યોગ્ય રહ્યું. બાદમાં સીટી સ્કેન કરાવવામાં આવ્યો અને પછી માઇલ્ડ (હળવા) કોરોના પોઝિટિવની પુષ્ટિ થઈ છે.
બે દિવસ પહેલા અમિતાભે શેર કરી હતી કવિતા- કહ્યું, મુશ્કેલ સમય પસાર થઈ જશે
ત્યારબાદ અનુપમ અને તેમના ભાઈ રાજુનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં અનુપમ ખેર નેગેટિવ આવ્યો અને તેમના ભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ રાજૂના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમાં અનુપમના ભાભી એટલે કે રાજૂની પત્ની અને ભત્રીજી વૃંદાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જ્યારે ભત્રીજાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
This is to inform all that my mother Dulari is found Covid + (Mildly). We have admitted her into Kokilaben Hospital. My brother, bhabhi & niece inspite of being careful have also tested mildly positive.I got myself tested as well & I have tested negative. @mybmc is informed.!🙏 pic.twitter.com/EpjDIALft2
— Anupam Kher (@AnupamPKher) July 12, 2020
હાલ અનુપમે જણાવ્યુ કે, તેમના માતાને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિશે બીએમસીને પણ જાણ કરી દેવામાં આવી છે અને તેમના ઘરને સેનેટાઇઝ કરવામાં આવશે. અનુપમે લોકોને પણ તે અપીલ કરી કે તે પોતાના માતા-પિતાનું ધ્યાન રાખે. તેમણે ડોક્ટરોની પણ પ્રશંસા કરી છે, જે દિવસ-રાત કામ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે