Upcoming IPO Next Week: સોમવારથી મળશે પૈસા કમાવાની તક, ઓપન થઈ રહ્યાં છે 3 આઈપીઓ, જાણો વિગત

Upcoming IPO Next Week: જો તમે પણ કોઈ આઈપીઓમાં રોકાણ કરો છો તો આગામી સપ્તાહ તમારા માટે ખાસ રહેવાનું છે. આગામી સપ્તાહે બજારમાં ત્રણ આઈપીઓ લોન્ચ થવાના છે. તેમાં રોકાણ કરી તમે સારી કમાણી કરી શકો છો. આગામી સપ્તાહે ખુલી રહેલા ત્રણ આઈપીઓમાંથી બે એસએમઈ સેગમેન્ટથી છે. 

Upcoming IPO Next Week: સોમવારથી મળશે પૈસા કમાવાની તક, ઓપન થઈ રહ્યાં છે 3 આઈપીઓ, જાણો વિગત

નવી દિલ્હીઃ ગત વર્ષે ઘણી કંપનીઓના IPO લોન્ચ કરવામાં આવ્યા હતા. આમાંથી ઘણામાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો હતો. હવે આ વર્ષે પણ ઘણી કંપનીઓ તેમના IPO લઈને આવી રહી છે. આ મહિનાની શરૂઆતમાં કેટલીક કંપનીઓના IPO ખુલ્યા છે. હવે આવતા અઠવાડિયે ત્રણ કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. જો તમે IPO માં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે આ એક સારી તક છે. તમે IPO માં રોકાણ કરીને સારી આવક મેળવી શકો છો. આવતા અઠવાડિયે ખુલતા 3 ઇશ્યુમાંથી 2 SME સેગમેન્ટના છે. તેમાં Medi Assist Healthcare, મેક્સપોઝર અને Addictive Learning Technology નો આઈપીઓ ખુલવાનો છે. પરંતુ તમે કોઈ આઈપીઓમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ જરૂર લો.

મેડી અસિસ્ટ હેલ્થકેર સર્વિસ
વીમા કંપનીઓને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન સર્વિસ આપનારી મેડી અસિસ્ટ હેલ્થકેર સર્વિસ (Medi Assist Healthcare Services)નો આઈપીઓ 15 જાન્યુઆરીએ ઓપન થશે. Medi Assist Healthcare Services વર્ષ 2024નો બીજો મોટો IPO હશે. પ્રથમ મોટો IPO જ્યોતિ CNCનો હતો. રોકાણકારો 17 જાન્યુઆરી સુધી Medi Assist Healthcare Servicesના IPOમાં રોકાણ કરી શકે છે. કંપની IPO દ્વારા બજારમાંથી રૂ. 1,172 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. કંપનીએ આવતા અઠવાડિયે શરૂ થનારા IPOની પ્રાઇસ બેન્ડ પણ નક્કી કરી છે. Medi Assist Healthcare Services IPO ની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 397 - 418 નક્કી કરવામાં આવી છે. IPO 17 જાન્યુઆરી (બુધવાર) ના રોજ બંધ થયાના બીજા દિવસે 18 જાન્યુઆરી (ગુરુવારે) ના રોજ શેરની ફાળવણી કરવામાં આવશે.

Maxposer IPO
મેક્સપોઝરનો આઈપીઓ આવતા અઠવાડિયે 15 જાન્યુઆરીએ ખુલવા જઈ રહ્યો છે. રોકાણકારો તેમાં 17 જાન્યુઆરી સુધી દાવ લગાવી શકે છે. તેની ઈશ્યૂ કિંમત 31-33 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીની ઈશ્યુ સાઈઝ 20.26 કરોડ રૂપિયા છે. કંપનીના શેર NSE પર લિસ્ટ થશે. IPOની લોટ સાઈઝ 4 હજાર ઈક્વિટી શેર છે. છૂટક રોકાણકાર માટે, એક લોટમાં લઘુત્તમ રોકાણ 1,24,000 રૂપિયા હશે. આ માટે વધુમાં વધુ 1,32,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

Addictive Learning Technology
addictive learning technology નો આઈપીઓ પણ આગામી સપ્તાહે ખુલવાનો છે. આ આઈપીઓમાં ઈન્વેસ્ટર 19 જાન્યુઆરી સુધી રોકાણ કરી શકે છે. કંપની તરફથી આઈપીઓની પ્રાઇઝ બેન્ડ પણ નક્કી કરી દેવામાં આવી છે. તેની પ્રાઇઝ બેન્ડ 130થી 140 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news