Aadhaar Card: આધાર કાર્ડને લઇને UIDAI એ આપ્યો આ મોટો અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Aadhaar Card Update:  UIDAI દ્રારા ટોલ ફ્રી નંબર પણ જાહેર પણ જાહેર કરવામાં આવ્યો છે તો જો તમારે આધાર સાથે સંકળાયેલી કોઇપણ પ્રકારની સમસ્યા છે તો તેના માટે હેલ્પલાઇન નંબર 1947 પર કોલ કરી શકો છો.

Aadhaar Card: આધાર કાર્ડને લઇને UIDAI એ આપ્યો આ મોટો અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Aadhaar Card Update: આધાર કાર્ડ (Aadhaar Card) ધારકો માટે મોટા સમાચાર છે. આજના સમયમાં તમામ લોકોની પાસે આધાર નંબર છે અને તેના દ્રારા આપણે આપણી સરકારી અને બેંકમાંથી જોડાયેલા તમામ કામ કરે છે. આજકાલ ઘરમાં ગેસ સિલિન્ડર લેવા માટે પણ આધાર નંબરની જરૂર હોય છે અને એવામાં આધાર કાર્ડ સાથે જોડાયેલી તમામ જાણકારી આપણા માટે ખૂબ જરૂરી છે. 

UIDAI એ કર્યું ટ્વીટ
UIDAI એ પોતાના ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે ક્યારેય પણ પોતાનો આધાર ઓટીપી અને વ્યક્તિગત વિવરણ કોઇની સાથે શેર કરશો નહી. તમને પણ પણ યૂઆઇડીએઆઇ દ્રારા આધાર ઓટીપી માંગવાનો કોલ, એસએમએસ અથવા ઇમેલ નહી મળે. તો આ પ્રકારની જાણકારી કોઇની સાથે શેર ન કરો. 

UIDAI જાહેર કરે છે એલર્ટ
તમને જણાવી આજના સમયમાં તમારો આધાર નંબર બેંકથી લઇને પોસ્ટ ઓફિસ સુધી જ્યાં પણ તમે તમારું એકાઉન્ટ અથવા પછી કંઇપણ ઓપન કરાવી રાખ્યું છે. ત્યાં લિંક છે તો એવામાં છેતરપિંડીના કેસ પણ ખૂબ વધતા જતા રહે છે. આ પ્રકારની છેતરપિંડીને રોકવા માટે જ UIDAI તરફથી સમય-સમય પર આમ જનતા માટે એલર્ટ જાહેર કરવામાં આવે છે. 

— Aadhaar (@UIDAI) September 26, 2022

હેલ્પલાઇન નંબર પર કરી શકો છો કોલ
UIDAI દ્રારા ટોલ ફ્રી નંબર પણ જાહેર પણ જાહેર કરવામાં આવ્યો છે તો જો તમારે આધાર સાથે સંકળાયેલી કોઇપણ પ્રકારની સમસ્યા છે તો તેના માટે હેલ્પલાઇન નંબર 1947 પર કોલ કરી શકો છો. આ સર્વિસ તમને 12 અલગ-અલગ ભાષાઓમાં સપોર્ટ કરશે. જેમ કે હિંદી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિળ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં મદદ મળશે. હવે તમારા માટે આધાર કાર્ડમાં જાણકારી અપડેટ કરવી મુશ્કેલ બનશે નહી. 

મેલ પર પણ કરી શકો છો ફરિયાદ
આ ઉપરાંત UIDAI દ્વારા મેલ આઇડી પણ જાહેર કરવામાં આવી છે, જેના દ્રારા તમે ફરિયાદ કરી શકો છો. help@uidai.gov.in પર લખીને પોતાની પરેશાની મેલ કરવી પડશે. UAIDI ના અધિકારી આ મેલને સમયાંતરે ચેક કરી શકે છે અને લોકોની સમસ્યાઓનું સમાધાન કરે છે. ફરિયાદ સેલ ઇ-મેલ પર જવાબ આપીને તમારી પરેશાનીઓ દૂર કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news