હવે ભારતના ઓનલાઇન ફૂડ માર્કેટમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે ઉબર
એપ બેસ્ડ કેબ સર્વિસ આપનાર અમેરિકન કંપની ઉબરના સહ-સંસ્થાપક ટૈવિસ ક્લૈનિક હવે ભારતના ઓનલાઇન ફૂડ માર્કેટનું ચિત્ર બદલવાની તૈયારીમાં છે. તે પોતાની નવી કંપની સિટી સ્ટોરેજ સિસ્ટમ્સની ભારતીય ટીમ તૈયાર કરવામાં ઝડપથી જોડાઇ ગઇ છે. આ કંપની ક્લાઉડ કિચનના નામથી ફક્ત ઓનલાઇન ફૂડ ઓર્ડર સપ્લાઇ માટે કિચનનું નેટવર્ક આખા દેશમાં ઉભું કરશે.
Trending Photos
નવી દિલ્હી:એપ બેસ્ડ કેબ સર્વિસ આપનાર અમેરિકન કંપની ઉબરના સહ-સંસ્થાપક ટૈવિસ ક્લૈનિક હવે ભારતના ઓનલાઇન ફૂડ માર્કેટનું ચિત્ર બદલવાની તૈયારીમાં છે. તે પોતાની નવી કંપની સિટી સ્ટોરેજ સિસ્ટમ્સની ભારતીય ટીમ તૈયાર કરવામાં ઝડપથી જોડાઇ ગઇ છે. આ કંપની ક્લાઉડ કિચનના નામથી ફક્ત ઓનલાઇન ફૂડ ઓર્ડર સપ્લાઇ માટે કિચનનું નેટવર્ક આખા દેશમાં ઉભું કરશે. એટલે કે કિચનમાંથી કોઇને જમવાનું પીરસવામાં નહી આવે. ત્યાંથી ફક્ત ડિલીવરી થશે.
મુંબઇમાં કંપનીનું કામકાજ જલદી શરૂ થવાનું છે. તેના માટે દેશની આર્થિક રાજધાનીમાં ડીલ કરી રહેલા રેસ્ટેરન્ટ ચેન્સ અને રિયલ એસ્ટેટ ડેવલોપર સાથે વાતચીત થઇ રહી છે .સાથે જ સ્વિગી, ઉબરઇટ્સ અને ઝોમેટો જેવી ફૂડ ડિલીવરી કંપનીઓ સાથે પણ બિઝનેસ મોડલનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.
કંપની મુંબઇ ઉપરાંત ભારતના બીજા મહાનગરોમાં તથા શહેરોમાં પણ પોતાની ટીમ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે. ભારતમાં કંપનીની ગતિવિધિઓથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું કે 'મુંબઇથી શરૂઆત થશે અને પછી બેંગલુરૂ, દિલ્હી અને હૈદ્વાબાદ તરફ જશે. તેમણે કહ્યું કે 'કિચન માટે જગ્યા લેવાનું કામ થઇ રહ્યું છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે