સમલૈંગિકની સાથે ભેદભાવ પર ટેક મહિન્દ્રાએ એક અધિકારીને નોકરીમાંથી કાઢી મુક્યો

પ્રમાણિકના આરોપ બાદ ટેક મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર લોકોની આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. 

 સમલૈંગિકની સાથે ભેદભાવ પર ટેક મહિન્દ્રાએ એક અધિકારીને નોકરીમાંથી કાઢી મુક્યો

નવી દિલ્હીઃ માહિતી અને ટેક્નોલોજી (આઈટી) કંપની ટેક મહિન્દ્રાએ પોતાના એક અધિકારીને સમલૈંગિકની સાથે ભેદભાવ કરવાને કારણે નોકરીમાંથી કાઢી મુક્યો છે. કંપનીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. અધિકારી પર આરોપ હતો કે તેણે કંપનીના એક પૂર્વ કર્મચારીની સાથે સમલૈંગિક હોવાને કારણે ભેદભાવ કરી ત્રાસ આપ્યો હતો. કંપનીએ શનિવારે ટ્વીટ કરીને કહ્યું, તે મામલાની તપાસ બાદ સંબંધિત અધિકારીને કંપનીએ તત્કાલ પ્રભાવથી નોકરીમાંથી કાઢી મુક્યો છે. 

કંપનીએ કહ્યું કે, તે વિવિધતા તથા સમાવેશમાં વિશ્વાસ કરે છે તથા કાર્યસ્થળ પર કોઈપણ પ્રકારના ભેદભાવની નિંદા કરે છે. કંપનીના એક પૂર્વ કર્મચારી ગૌરવ પ્રમાણિકે સુર્ચીમ કોર્ટ દ્વારા સમલૈંગિકતાના પક્ષમાં નિર્ણય અપાયા બાદ આરોપ લગાવ્યો હતો કે 2015માં તેના તત્કાલિન ટીમ મેનેજરે સમલૈંગિક હોવાને કારણે તેને માનસિક રીતે હેરાન કર્યો હતો. ત્યારબાદ કંપનીએ કહ્યું હતું કે, તેઓ આ મામલાની વિસ્તૃત તપાસ કરશે. પ્રામાણિકના આરોપ બાદ ટેક મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર લોકોની આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. 

કંપની તરફથી ટ્વીટર પર જણાવ્યું કે, તપાસ બાદ કર્મચારીને તુરંત પ્રભાવથી કંપનીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તેમાં લખ્યું- મામલાની તપાસમાં બહાર આવેલા નિષ્કર્ષ બાદ સંબંધિત કર્મચારીને તુરંત પ્રભાવથી કંપનીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. ટેક મહિન્દ્રામાં અમે વિવિધતા અને સમાવેશમાં વિશ્વાસ કરીએ છીએ અને ઓફિસમાં કોઈપણ પ્રકારના ભેદભાવની નિંદા કરીએ છીએ. 

— Tech Mahindra (@tech_mahindra) September 11, 2018

— Tech Mahindra (@tech_mahindra) September 11, 2018

એક ઈમેલના માધ્યમથી ગૌરવ પ્રોબિર પ્રમાણિકે 2015ની ઘટનાનો હવાલો આપતા પૂર્વ મેનેજર વિરુદ્ધ આરોપ લગાવ્યો હતો. પ્રમાણિકે કહ્યું હતું કે મેનેજરે પ્રશિક્ષણ રૂપમાં કોઈ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. 

ગત સપ્તાહે કંપનીએ તત્કાલિન પૂર્વ મેનેજર વિરુદ્ધ સમલૈંગિકોના શોષણ અને ભેદભાવના આરોપોની ઉંડાણથી તપાસ કરાવવાની વાત કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટના સહમતિથી બનાવેલા સમલૈંગિક સંબંધોને ગુનાના દાયરામાંથી બહાર કરવાના નિર્ણય બાદ સામે આવ્યો હતો. 

મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે કંપની આ મામલાની તપાસ કરી રહી છે અને તે તથ્યોની તપાસ કરશે તથા તે નક્કી કરશે કે આ મામલામાં યોગ્ય નિર્મય લઈ શકાય. મહિન્દ્રાએ ટ્વીટ કર્યું હતું. અમારી આચાર સંહિતા આ મામલે સ્પષ્ટ છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news