શેરબજાર પર કોરોનાનો અજગરી ભરડો, સેન્સેક્સમાં મોટો કડાકો, નિફ્ટીમાં પણ ગાબડું
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે શેર માર્કેટમાં ભારે ઘટાડા સાથે જોવા મળ્યું છે. ગત અનેક દિવસોથી માર્કેટમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. જાનલેવા કોરોના વાયરસને કારણે માર્કેટમાં હાહાકાર મચી ગયો છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1755.52 અંક એટલે કે 6.08 ટકાના ઘટાડાની સાથે 27,113.99 ના સ્તર પર ખૂલ્યુ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 464.30 અંક એટલે કે 5.48 ટકાના ઘટાડા સાથે 8004.50ના સ્તર પર ખૂલ્યું છે. શેર માર્કેટ ત્રણ વર્ષના નીચલા સ્તર પર છે. ડિસેમ્બર 2016 બાદ નિફ્ટીનું ન્યૂનતમ સ્તર છે અને સેન્સેક્સ 37 મહિનાના નીચા સ્તર પર છે.
શું બંધ થઈ જશે Vodafone-Idea? બહુ જ કામના છે આ સમાચાર
ડોલરની સરખામણીમાં આજે રૂપિયા 69 પૈસાના ઘટાડા બાદ રેકોર્ડ ન્યૂનતમ સ્તર પર 74.95 સ્તર પર ખૂલ્યું. જ્યારે કે બુધવારે ડોલરની સરખામણીમાં રૂપિયા 74.26ના સ્તર પર બંધ થયુ હતું.
પ્રિ ઓપન દરમિયાન આવી હતી શેર માર્કેટની હાલત
પ્રિ ઓપન દરમિયાન સવારે 9.10 વાગ્યે શેર માર્કેટ લાલ નિશાન પર રહ્યું હતું. સેન્સેક્સ 1096.15 અંક એટલે કે 3.80 ટકાના ઘટાડા બાદ 27,773.36 ના સ્તર પર રહ્યું હતું. તો નિફ્ટી 405.50 અંક એટલે કે, 4.79 ટકાના ઘટાડા બાદ 8063.03 ના સ્તર પર હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે