આવતીકાલથી ઓપન થશે ટ્રાન્સફોર્મર બનાવનારી આ દિગ્ગજ કંપનીનો IPO, લિસ્ટિંગ પર થઈ શકે છે 57% નફો

Danish Power SME IPO: ગ્રે માર્કેટમાં ડેનિશ પાવર લિમિટેડના આઈપીઓની જબરદસ્ત ડિમાન્ડ જોવા મળી રહી છે. 22 ઓક્ટોબરે ઓપન થનાર આ આઈપીઓ ગ્રે માર્કેટમાં 215 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.

આવતીકાલથી ઓપન થશે ટ્રાન્સફોર્મર બનાવનારી આ દિગ્ગજ કંપનીનો IPO, લિસ્ટિંગ પર થઈ શકે છે 57% નફો

Danish Power IPO: ટ્રાન્સફોર્મર બનાવનારી કંપની ડેનિશ પાવર લિમિટેડનો આઈપીઓ લોન્ચ થઈ રહ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 198 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. આ આઈપીઓ 22 ઓક્ટોબરે સબ્સક્રિપ્શન માટે ઓપન થશે. ઈન્વેસ્ટરો તેમાં 24 ઓક્ટોબર સુધી બોલી લગાવી શકે છે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 360-380 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. રિટેલ ઈન્વેસ્ટરોએ એક લોટમાં 300 શેર ખરીદવા પડશે. ગ્રે માર્કેટમાં આ આઈપીઓની જોરદાર ડિમાન્ડ જોવા મળી રહી છે. આ ઈશ્યુ અનલિસ્ટેડ માર્કેટમાં 57 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. 

ગ્રે માર્કેટમાં આ આઈપીઓ 215 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ પ્રમાણે કંપનીના શેરનું લિસ્ટિંગ 540 રૂપિયા પર થઈ શકે છે. જો તેમ થાય તો ઈન્વેસ્ટરોને 57 ટકાનો પ્રોફિટ થઈ શકે છે. મહત્વનું છે કે ગ્રે માર્કેટ એક અનઓથોરાઇઝ્ડ માર્કટ છે, જ્યાં કોઈ કંપનીના શેર તેના લિસ્ટિંગ સુધી ટ્રેડ થાય છે. 

Danish Power ની ઈશ્યુ સાઇઝ 197.90 કરોડ રૂપિયા
રાજસ્થાન સ્થિત ડેનિશ પાવરે પોતાના આઈપીઓ માધ્યમથી અપર પ્રાઇસ બેન્ડ પર 197.90 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પબ્લિક ઈશ્યુ હેઠળ માત્ર 52.08 લાખ ફ્રેશ ઈક્વિટી શેર જારી કરવામાં આવશે અને તેમાં ઓએફએસ દ્વારા કોઈ વેચાણ થશે નહીં.

29 ઓક્ટોબરે લિસ્ટ થવાની સંભાવના
ડેનિશ પાવરના શેર 29 ઓક્ટોબરે એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ, ઈમર્જ પર લિસ્ટ થવાની સંભાવના છે.

કંપનીનો કારોબાર
તલવાર પરિવારની માલિકીવાળી ડેનિશ પાવરની સ્થાપના વર્ષ 1985માં જયપુરમાં બે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સાથે થઈ હતી. કંપની ટાટા પાવર સોલર સિસ્ટમ, વારી રિન્યુએબલ ટેક્નોલોજી, જેક્સન ગ્રીન, એબીબી ઈન્ડિયા અને ટોરેન્ટ પાવર જેવા ઘણા ગ્રાહકોને ટ્રાન્સફોર્મર અને પેનલ ઉપલબ્ધ કરાવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news