SBI ની Monsoon ધમાકા ઓફર, હોમ લોન પર પ્રોસેસિંગ ફી માફ
પ્રોસેસિંગ ફી, લોનનો તે ચાર્જ હોય છે, જેની લોન લેવા સાથે ચુકવણી કરવાની હોય છે. હાલના સમયમાં એસબીઆઈની હોમ લોન પર 0.40 ટકા પ્રોસેસિંગ ફી લેવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈના પોતાના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બેન્કે પોતાના ગ્રાહકોની હોમ લોનની પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે. બેન્ક તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 31 ઓગસ્ટ સુધી હોમ લોનની પ્રોસેસિંગ ફી આપવી પડશે નહીં. બેન્કે તેને મોન્સૂન ધમાકા ઓફર નામ આપ્યું છે. આ સાથે બેન્કે કહ્યું કે જો બેન્કની યોનો એપથી હોમ લોન માટે અરજી કરવામાં આવે છે તો વ્યાજ દરમાં 5 પેસિક પોઈન્ટ એટલે કે0.05 ટકાની છૂટ આપવામાં આવશે. તેનાથી વધુમાં વધુ હોમ લોન ગ્રાહકોને ફાયદો થશે.
કઈ રીતે મળશે રાહત
પ્રોસેસિંગ ફી, લોનનો તે ચાર્જ હોય છે, જેની લોન લેવા સાથે ચુકવણી કરવાની હોય છે. હાલના સમયમાં એસબીઆઈની હોમ લોન પર 0.40 ટકા પ્રોસેસિંગ ફી લેવામાં આવે છે. હવે એસબીઆઈના નવા નિર્ણય બાદ ગ્રાહક જ્યારે હોમ લોન માટે અરજી કરશે તો તેણે પ્રોસેસિંગ ફી આપવી પડશે નહીં. સ્પષ્ટ વાત છે કે તેનાથી ગ્રાહકોનો ભાર હળવો થશે.
આ પણ વાંચોઃ Petrol Diesel Price: સતત 16માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નહીં, કાચુ તેલ 75 ડોલરને પાર
ઘર ખરીદનારા થશે પ્રેરિત
નિષ્ણાંતોનું કહેવું છે કે એસબીઆઈના આ નિર્ણયથી ઘર ખરીદવા માટે ઈચ્છુક લોકો પ્રોત્સાહિત થશે. આ ઘર ખરીદવા માટે સારો સમય હોઈ શકે છે કારણ કે તેના હોમ લોનનો રેટ 6.70 ટકાથી શરૂ થઈ રહ્યો છે, જે ખુબ ઓછો છે. એસબીઆઈ તરફથી પ્રોસેસિંગ ફીમાં છૂટ આપ્યા બાદ બીજી બેન્ક પણ આ જાહેરાત કરી શકે છે. આ સાથે હોમ લોનના વ્યાજદર ઓછો રાખવા માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે. રિયલ એસ્ટેટ સૌથી વધુ રોજગાર આપતું સેક્ટર છે. જો મકાન બનાવવાની ગતિ ઝડપી થાય તો રોજગારમાં વધારો થઈ શકે છે.
કઈ બેન્ક કેટલી લે છે પ્રોસેસિંગ ફી
કોટક મહિન્દ્રા બેન્કમાં 6.65 ટકા વ્યાજદરથી હોમ લોન મળી રહી છે. તે વધુમાં વધુ 10 હજાર રૂપિયા હોમ લોન પર પ્રોસેસિંગ ફીના રૂપમાં ચાર્જ કરે છે. તો એલઆઈસી હાઉસિંગ 6.66 ટકાના દરે હોમ લોન ઉપલબ્ધ કરાવી રહ્યું છે અને અહીં 10થી 15 હજાર રૂપિયા સુધી પ્રોસેસિંગ ફી ગ્રાહકોને આપવી પડે છે. જ્યારે આઈસીઆઈસીઆઈ બેન્ક 6.70 ટકાના દરથી હોમ લોન ઓફર કરી રહ્યું છે અહીં તમારે 0.25% અને વધુમાં વધુ 5 હજાર સુધી પ્રોસેસિંગ ફી ચુકવવી પડે છે. જો એસબીઆઈની વાત કરીએ તો તે 6.70 ટકાના દરે હોમ લોન આપી રહ્યું છે અને 31 ઓગસ્ટ સુધી પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે