માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાના વેતન-ભથ્થામાં 66 ટકાનો વધારો, 306 કરોડ રૂપિયા મળ્યા
નડેલાની લીડરશિપમાં છેલ્લા પાંચ વર્ષમાં કંપીના માર્કેટ કેપમાં 509 અબજ ડોલરનો વધારો થયો છે. આ દરમિયાન કંપનીના ટોટલ શેરહોલ્ડરના રિટર્નમાં 97 ટકાનો વધારો નોંધાયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાના વેતન-ભથ્થામાં એક વર્ષમાં 66 ટકાનો વધારો થયો છે. 30 જૂને પૂરા થયેલા માઇક્રોસોફ્ટના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે, નડેલાને કુલ 4.29 કરોડ ડોલર (306.43 કરોડ રૂપિયા)નું કંપેનસેશન મળ્યું છે. (તેમાં મોટો ભાગ સ્ટોકના રૂપમાં છે). માઇક્રોસોફ્ટનું નાણાકીય વર્ષ 1 જુલાઈથી 30 જૂન સુધી હોય છે. પાછલા નાણાકીય વર્ષમાં (2017/18)મા તેને 2.58 કરોડ ડોલર (184.28 કરોડ રૂપિયા) મળ્યા હતા. બુધવારે કંપનીના વાર્ષિક રિપોર્ટને જારી કરવામાં આવ્યો હતો.
હકીકતમાં, કંપનીએ પોતાના વ્યાપારનો લક્ષ્ય હાસિલ કર્યો સાથે તેના શેરોના કિંતમમાં વૃદ્ધિ થઈ જેના કારણે બોર્ડે નડેલાના કંપેનસેશનમાં વધારો કર્યો છે. પરંતુ તેની તુલના 2014ના કંપેનસેશન સાથે કરવામાં આવે તો આ તેનો અડધો છે. ત્યારે નડેલાને 8.43 કરોડ ડોલર મળ્યા હતા. અનુમાન પ્રમાણે, નડેલાની હાલની નેટવર્થ 2100 કરોડ રૂપિયા છે.
માઇક્રોસોફ્ટના સ્વતંત્ર ડિરેક્ટરોએ નડેલાના કામની પ્રશંસા કરતા કહ્યું કે, તેનું રણનીતિક નેતૃત્વ, ગ્રાહકો સાથે વિશ્વાસ મજબૂત રહ્યો છે, સાથે તેણે કંપનીના રીત-ભાતમાં ફેરફાર, નવી ટેકનિક અને નવી બજારોમાં સફળતાપૂર્વક એન્ટ્રી કરી છે જેનો ઉલ્લેખ પણ ડિરેક્ટરોએ કર્યો છે.
નડેલાની લીડરશિપમાં છેલ્લા પાંચ વર્ષમાં કંપીના માર્કેટ કેપમાં 509 અબજ ડોલરનો વધારો થયો છે. આ દરમિયાન કંપનીના ટોટલ શેરહોલ્ડરના રિટર્નમાં 97 ટકાનો વધારો નોંધાયો છે. માઇક્રોસોફ્ટે પોતાના રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. માઇક્રોસોફ્ટનું હાલનું માર્કેટ કેપ 1072 અબજ ડોલર અને એપલનું 1059 અબજ ડોલર છે.
મહત્વનું છે કે માઇક્રોસોફ્ટે પાછલા વર્ષે એપલને પાછળ છોડી દીધી અને વિશ્વની સૌથી વધુ વેલ્યૂએશન ધરાવતી કંપની બની ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે