Paytm યૂઝર્સ માટે સૌથી જરૂરી સમાચાર, તમારા દરેક સવાલનો અહીં મેળવો જવાબ

પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (PPBL)વિરુદ્ધ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની કાર્યવાહી બાદ યૂઝર્સમાં ભ્રમની સ્થિતિ ઉભી થઈ છે. ઘણા યૂઝર્સને લાગી રહ્યું છે કે પેટીએમ એપ બંધ થવાની છે પરંતુ તેવું નથી.

Paytm યૂઝર્સ માટે સૌથી જરૂરી સમાચાર, તમારા દરેક સવાલનો અહીં મેળવો જવાબ

નવી દિલ્હીઃ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (PPBL)વિરુદ્ધ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં કાર્યવાહી કરતા કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે. ઉદાહરણ માટે PPBL એકાઉન્ટમાં 29 ફેબ્રુઆરી બાદ રકમ જમા કરી શકાશે નહીં. પરંતુ RBI ના નિર્દેશ બાદ ઘણા પ્રકારની ભ્રામક જાણકારી શેર કરવામાં આવી રહી છે અને ઘણા યૂઝર્સને લાગી રહ્યું છે કે પેટીએમ એપ કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ તેવું થશે નહીં અને પેમેન્ટ એપ પહેલાની જેમ કામ કરશે.

પેમેન્ટ એપે ખુદે કન્ફર્મ કર્યું છે કે તેની સેવાઓનો ફાયદો 29 ફેબ્રુઆરી બાદ પણ યૂઝર્સને મળતો રહેશે અને પેટીએમ એપ બંધ થવાની નથી. જો તમારા મનમાં તે ડર છે કે તમારૂ વર્તમાન પેટીએમ બેલેન્સ ખતરામાં છે તો તમે ડરો નહીં અને 29 ફેબ્રુઆરી બાદ પણ તે રકમનો ઉપયોગ કરી શકશો. આ મામલા સાથે જોડાયેલા જરૂરી સવાલના જવાબ અમે તમને આપીશું.

શું Paytm એપ બંધ થશે?
નહીં, પેટીએમ એપ બંધ થશે નહીં અને તેની સેવાઓ પહેલાની જેમ યથાવત રહેશે. તમે મોબાઈલ રિચાર્જથી લઈને બિલ પેમેન્ટ અને મૂવી ટિકિટ બુક કરવા જેવા તમામ પ્રકારના કામ કરી શકશો.

શું હવે Paytm UPI નો ઉપયોગ કરી શકશો?
તમે કોઈ સમસ્યા વગર પેટીએમ યુપીઆઈનો ઉપયોગ કરી શકશો. જો UPI પેમેન્ટ્સ માટે અત્યાર સુધી PPBL એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યાં છો તો તેમાં 29 ફેબ્રુઆરી બાદ રકમ જમા કરી શકશો નહીં. તો અન્ય બેન્કનું એકાઉન્ટ Paytm UPI થી લિંક છે તો તમારા પર કોઈ અસર પડશે નહીં.

Paytm QR કોડ અને મશીન કામ કરશે કે નહીં?
જો તમે મર્ચેંટ છો અને  Paytm QR કોડની મદદથી પેમેન્ટ સ્વીકાર કરો છો તો પહેલાની જેમ QR કોડથી પેમેન્ટ લઈ શકશો. આ સિવાય પેટીએમ સાઉન્ડબોક્સ અને  Paytm કાર્ડ મશીનો પહેલાની જેમ કામ કરતા રહેશે.

તમે Paytm Payments Bank વોલેટમાં રહેલી વર્તમાન રકમનો 29 ફેબ્રુઆરી બાદ પણ ઉપયોગ કરી શકશો પરંતુ તેમાં કોઈ નવી રકમ જમા કે ટ્રાન્સફર કરી શકશો નહીં. આ સિવાય Paytm FasTag ના ઉપયોગમાં પણ સમસ્યા થવી જોઈએ નહીં, પરંતુ PPBL ની જગ્યાએ અન્ય કોઈ પ્રોવાઇડરથી આ FasTag ને લિંક કરવું પડશે, જે દિશામાં પેમેન્ટ કંપની કામ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news