Smartphone નો ઉપયોગ કરો છો તો પતાવી આ કામ, 1 જાન્યૂઆરીથી લાગૂ થશે આ 3 નિયમ

News Rules 2024: 1 જાન્યુઆરી, 2024 થી સ્માર્ટફોન યુઝર્સ માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પણ થવાના છે. આ ફેરફારોની સીધી અસર તમારા ફોન પર પડી શકે છે. તેથી સાવચેતી રાખીને તમારે આ 3 મહત્વપૂર્ણ કામ 1 જાન્યુઆરી પહેલા પૂર્ણ કરવા જોઈએ.

Smartphone નો ઉપયોગ કરો છો તો પતાવી આ કામ, 1 જાન્યૂઆરીથી લાગૂ થશે આ 3 નિયમ

News Rules 2024: નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષ સાથે ઘણા નવા નિયમો પણ અમલમાં આવે છે. 1 જાન્યુઆરી 2024 થી સ્માર્ટફોન યુઝર્સ માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પણ થવાના છે. આ ફેરફારોની સીધી અસર તમારા ફોન પર પડી શકે છે. તેથી, સાવચેતી રાખીને તમારે આ 3 મહત્વપૂર્ણ કાર્યો 1 જાન્યુઆરી પહેલા પૂર્ણ કરવા જોઈએ.

એક વર્ષથી Inactive UPI ID અને નંબર થશે બંધસ
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ મહત્વનો નિર્ણય લીધો છે. NPCI એ Google Pay, Paytm અને PhonePe જેવી પેમેન્ટ એપ અને બેંકોને આવા UPI ID અને નંબરોને નિષ્ક્રિય કરવા કહ્યું છે જે એક વર્ષથી વધુ સમયથી સક્રિય નથી. આનો અર્થ એ છે કે જો તમે છેલ્લા એક વર્ષમાં તમારા UPI ID સાથે કોઈ વ્યવહાર કર્યો નથી, તો તમારું UPI ID 31 ડિસેમ્બર 2023 ના રોજ બંધ થઈ જશે.

સિમ કાર્ડ સંબંધિત નિયમો
ભારત સરકારે નવું ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 પસાર કર્યું છે. આ બિલ ટૂંક સમયમાં કાયદો બની જશે. આ નવા બિલમાં એક મહત્વપૂર્ણ નિયમ બનાવવામાં આવ્યો છે કે નવું સિમ કાર્ડ મેળવવા માટે ગ્રાહકોએ બાયોમેટ્રિક વિગતો આપવી પડશે.

 

આ Gmail Accounts થશે ડિલીટ
ગૂગલે એક મહત્વનો નિર્ણય લીધો છે, ગૂગલ એવા તમામ જીમેલ એકાઉન્ટને ડીલીટ કરી રહ્યું છે જેનો એક કે બે વર્ષથી ઉપયોગ થયો નથી. એટલે કે જો તમે છેલ્લા એક કે બે વર્ષમાં તમારા Gmail એકાઉન્ટમાંથી કોઈ ઈમેલ મોકલ્યો નથી કે મેળવ્યો નથી, તો તમારું Gmail એકાઉન્ટ ટૂંક સમયમાં બંધ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news