350 પર પહોંચ્યો GMP,ધરખમ કમાણીના સંકેત, કાલે ઓપન થશે આ કંપનીનો IPO, જાણો વિગત

17 જુલાઈ 2023ના નેટવેબ ટેક્નોલોજીસ ઈન્ડિયા લિમિટેડ નો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આઈપીઓ ઓપન થાય તે પહેલા ગ્રે માર્કેટમાં શેરનું પ્રીમિયમ ધૂમ મચાવી રહ્યું છે. તેના પરથી લાગી રહ્યું છે કે આ કંપની પણ રોકાણકારોને મોટી કમાણી કરાવશે. 

350 પર પહોંચ્યો GMP,ધરખમ કમાણીના સંકેત, કાલે ઓપન થશે આ કંપનીનો IPO, જાણો વિગત

નવી દિલ્હીઃ Netweb Technologies India Limited IPO: શેર બજારમાં પાછલા દિવસોમાં આવેલા ઘણી કંપનીઓના આઈપીઓને રોકાણકારો તરફથી શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. જેમાં ideaforge, Cyient અને સેનલો ગોલ્ડ જેવી કંપનીઓ સામેલ છે. આ કંપનીઓએ બજારમાં લિસ્ટિંગની સાથે રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. જો તમે પણ આ કંપનીઓના આઈપીઓ પર દાવ લગાવ્યો નથી તો તમારે પરેશાન થવાની જરૂર નથી. સોમવાર એટલે કે 17 જુલાઈ 2023ના નેટવેબ ટેક્નોલોજી ઈન્ડિયા લિમિટેડનો આઈપીઓ (
Netweb Technologies India Limited IPO) ઓપન થઈ રહ્યો છે. ગ્રે માર્કેટમાં આ આઈપીઓ 350 રૂપિયાથી વધુના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આવો આ આઈપીઓ વિશે જાણીએ....

શું છે પ્રાઇઝ બેન્ડ?
Netweb Technologies India Limited IPO નો પ્રાઇઝ બેન્ડ 475 રૂપિયાથી 500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ 30 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 15000 રૂપિયા અને વધુમાં વધુ 1,95,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. નોંધનીય છે કે નેટવેબ ટેક્નોલોજીસનો આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 19 જુલાઈ એટલે કે બુધવાર સુધી રોકાણ માટે ઓપન રહેશે. 

શું છે જીએમપી? 
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ અનુસાર કંપનીનો જીએમપી આજે 358 રૂપિયા છે. જે કાલના મુકાબલે 3 રૂપિયા વધારે છે. જો ગ્રે માર્કેટવાળો ટ્રેન્ડ આગળ પણ યથાવત રહ્યો તો કંપનીનું લિસ્ટિંગ 858 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોને 71.60 ટકાનો ફાયદો દર એક શેર પર મળી શકે છે. 

કંપની દ્વારા આઈપીઓના માધ્યમથી 631 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવવામાં આવી છે. જેમાં 206 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવાનું સામેલ છે. આ સિવાય પ્રમોટરો દ્વારા 425 રૂપિયા પ્રતિ શેરની ઓફર ફોર સેલ પણ સામેલ છે. 

અશર્ફી હોસ્પિટલ
આ એસએમઈ ઈશ્યૂ 17 જુલાઈએ ખુલશે અને 19 જુલાઈ સુધી બોલી લગાવી શકાય છે. ઝારખંડના ધનબાદમાં 250 બેડની હોસ્પિટલ ચલાવનારી આ કંપનીએ પોતાના ઈશ્યૂ માટે પ્રાઇઝ બેન્ડ 51-52 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. તેના શેરનું એલોટમેન્ટ 24 જુલાઈએ થઈ શકે છે, જ્યારે લિસ્ટિંગ 27 જુલાઈએ થઈ શકે છે. ગ્રે માર્કેટમાં તેના શેર 12 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. એટલે કે ગ્રે માર્કેટ તેના 62 રૂપિયા પર લિસ્ટ થવાની આશા કરી રહ્યું છે, જે ઈશ્યૂ પ્રાઇઝથી 23 ટકા વધુ છે. ઈશ્યૂ માટે લોટ સાઇઝ 2000 શેરનો છે અને રિટેલ ઈન્વેસ્ટર્સ ઓછામાં ઓછા 104,000 રૂપિયાની બોલી લગાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news