Muhurat Trading માં આ 3 સેક્ટરમાં લગાવો પૈસા, દિવાળી પર ધશે ધનવર્ષા!

Share Market માં મુહૂર્ત ટ્રેડિંગનું ખુબ મહત્વ છે. લોકો મુહૂર્ત ટ્રેડિંગમાં ટ્રેડિંગ કરવાને શુભ માને છે. આ વખતે શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગનો સમય 24 ઓક્ટોબરે સાંજે 6થી 7.15 કલાક સુધી રહેશે. 

Muhurat Trading માં આ 3 સેક્ટરમાં લગાવો પૈસા, દિવાળી પર ધશે ધનવર્ષા!

નવી દિલ્હીઃ Muhurat Trading Time: દિવાળીના તહેવાર પર લોકો ખુબ ખરીદી કરે છે. આ શુભ સમયમાં વસ્તુઓની ખરીદવી કરવી લોકો ભાગ્યશાળી માને છે. તો શેર બજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે પણ દિવાળી ખાસ હોય છે. હકીકતમાં દિવાળીના તહેવાર પર રોકાણકારોને શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગની તક મળે છે. તો મુહૂર્ત ટ્રેડિંગમાં લોકો ટ્રેડિંગ કરવાને શુભ માને છે. આ વર્ષે શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગનો સમય 24 ઓક્ટોબરે સાંજે 6થી 7.15 કલાક સુધી રહેશે. આ વચ્ચે ગ્રીન પોર્ટફોલિયોના કો-ફાઉન્ડર દિવમ શર્માએ મુહૂર્ત ટ્રેડિંગ માટે ત્રણ સેક્ટર જણાવ્યા છે, જેમાં રોકાણ કરી સારો નફો મેળવી શકાય છે. જાણો દિવમ શર્મા પ્રમાણે આ ત્રણ સેક્ટર ક્યાં છે. 

Banking
જ્યારે વ્યાજદરની સાયકલ ઉપર હોય છે તો તે બેન્કિંગ સેક્ટર પર સકારાત્મક પ્રભાવ પાડે છે. Q2 પરિણામ, જે હાલમાં ઘણી બેન્કોના જાહેર થયા છે, તેણે સકારાત્મક સરપ્રાઇઝ આપી હતી. ક્રેડિટ સાયકલ ઝડપથી વધી રહી છે જ્યારે શુદ્ધ વ્યાજ માર્ગિન અને નોન પરફોર્મિંગ એસેટે સારો સુધાર દેખાડ્યો છે. ઘણી બેન્કોએ નિષ્ણાંતોની આશાને ખોટી પાડી છે અને સારૂ પ્રદર્શન કર્યું છે. ભારતીય કોર્પોરેટ કેપેક્સ રોકાણ તરફ વધી રહ્યાંછે કારણ કે વ્યાવસાયિક ક્ષમતાનો ઉપયોગ પિક પર છે, દ્રષ્ટિકોણ સકારાત્મક છે અને વેલેન્સ શીટમાં લીવરેજ સ્તર ઓછુ છે. રોકાણકારો શોર્ટથી નિયર ટર્મ ગેન માટે બેન્કોમાં પૈસા લગાવવા પર વિચાર કરી શકો છો. 

Power
રોકાણ માટે વીજળી ઉત્પાદન, વિતરણ અને ઉપકરણોને જોવા જોઈએ. બ્રિટન અને યૂરોપમાં હાલના વીજળી સંકટે દુનિયાભરમાં વીજળીના વધતા મહત્વ પર ભાર આપ્યો છે. અમે આ ક્ષેત્રમાં વિદેશી એન્કર રોકાણકારોની સાથે-સાથે ઘરેલૂ રોકાણકારો પણ જોઈ રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં લાઇટની માંગ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરને તોડી રહી છે. અમે આ ક્ષેત્ર માટે એક મજબૂત માંગ અને ટેલવિંડને આગળ વધતું જોઈ રહ્યાં છીએ. 
   
Automobile and Automobile Components
ખુબ ઉતાર-ચઢાવ બાદ ઓટો સેક્ટરમાં સારૂ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ઓટોમોબાઇલની માંગ મજબૂત છે અને હાલમાં વેચાણના આંકડા મજબૂત થઈ રહ્યાં છે. હવે ચીન અને અમેરિકા જેવા દેશોની તુલનામાં ઓટોમોબાઇલ માલિકીની વાત આવે છે તો આપણી પ્રતિ વ્યક્તિ સ્થિતિ ઓછી છે. વિક્રમ સંવત 2079માં પણ આ સેક્ટર સારૂ પ્રદર્શન કરતું રહેશે. 

(ડિસ્ક્લેમરઃ કોઈપણ પ્રકારના રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની જાણકારી લો. ઝી 24 કલાક તમને માત્ર માહિતી આપી રહ્યું છે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news